બર્મિગહામ: આઇસીસી ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઇનલમાં ભારતનો શાનદાર વિજય થતાં રવિવારે પાકિસ્તાન સાથે થશે ટક્કર. ભારતે ટોસ જીતીને બાંગ્લાદેશેને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. બાંગ્લાદેશે પ્રથમ દાવ લેતા 265 રન કર્યા હતા. ભારતે આ લક્ષ્યાંક ફક્ત 1 વિકેટ ગુમાવીને હાંસિલ કરી લીધો હતો. ભારત તરફથી રોહિત શર્મા 123 અને કેપ્ટન વિરાટ કોહલીએ 96 રન બનાવ્યા હતા. આ મેચ જીતતાજ બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાનની ફાઇનલમાં ટક્કર થશે. વનડે ક્રિકેટના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન 2008ના જૂન મહિના બાદ પહેલી વાર ફાઇનલમાં ટક્કરાશે આ પહેલા 14 જૂન 2008ના રોજ બાંગલાદેશમાં રમાયેલી ત્રિકોણીય વનડે સિરીઝમાં ફાઇનલ રમાઇ હતી જેમાં પાકિસ્તાનનો 25 રને વિજય થયો હતો. ભારતે બાંગલાદેશને આસાનીથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ 88 રન પૂરા કરવાની સાથે જ વનડેમાં સૌથી ઝડપી 8000 રન પૂર્ણ કરનાર બેટ્સમેન બની ગયો હતો. વિરાટે જ ગઈ કાલની મેચમાં વિજયી ચોકો લગાવ્યો હતો. હવે રવિવારે ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોવાથી ક્રિકેટ રાશિકોમાં ભારે ઉત્સાહ રહેશે.
Trending
- વિશ્ર્વના સફળ થયેલા લોકોની કંઈ આદતો એક સમાન છે???
- આરએસએસના સ્થાપક ડો. હેડગેવરનો કાલે જન્મદિન
- ફોલ્ટ લાઈન 50 કિલોમીટર દૂર હોવાથી ભારત ભુકંપથી બચી ગયું !!!
- ઉનાળામાં સ્વિમિંગ પુલમાં છબછબિયાઓ કરવા જવું હોઈ તો પેહેલા આ વાંચીને જજો..!
- Light Phone 3 ભારતીય માર્કેટમાં લોન્ચ માટે આતુર…
- ઇડરમાં બેંક કર્મી પાસેથી રૂ.15 લાખ ભરેલી બેગ લૂંટી લેનાર લૂંટારૂ બેલડી ઝડપાઈ
- ઘર વિહોણા-નિરાધારોને આશરો આપતા 116 રેન બસેરા
- પુરુષો માટે પણ જરૂરી છે સનસ્ક્રીન, જો નહીં લગાવે તો…