સૂર્યકુમારનો ’સૂર્ય’ ઝળકયો, વિસ્ફોટક રમત રમતા આફ્રિકાના બોલરોને ધૂળ ચાંટતા કર્યા, મિલરની સદી એળે ગઈ
ભારત- દક્ષિણ આફ્રિકા વચ્ચે ગુવાહાટીમાં બીજી ટી-20 મેચ રમાઈ હતી. જેમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન બવુમાએ ટોસ જીતીને ભારતને બેટિંગમાં ઉતાર્યું હતુ. ભારતે તેની 20 ઓવરમાં આક્રમક રમત રમી 25 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા હતા. સુર્યકુમાર યાદવના 22 બોલમાં ઘાતક રમત રમી 61 રન નોંધાવ્યા હતા. તેમજ કે.એલ. રાહુલના 28 બોલમાં 57 રનની મદદથી ભારતે સાઉથ આફ્રિકા સામેની બીજી ટી-20માં 16 રનથી વિજય મેળવ્યો હતો. ભારતના ત્રણ વિકેટે 237ના જવાબમાં સાઉથ આફ્રિકા તરફથી મીલરે 47 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે અણનમ 106 રન ફટકાર્યા હતા. ડી કોક 48 બોલમાં 69 રને અણનમ રહ્યો હતો. પરંતુ ખરી વાસ્તવિકતા એ પણ છે કે, ભારતીય બોલરોએ જે ડેટ ઓવરમાં બોલિંગ કરવી જોઈએ તે કરી શક્યા ન હતા અને આફ્રિકાને ટીમે અને બેટ્સમેનોએ ભારતને પણ ઘણો ખરો જવાબ આપ્યો હતો એક સમયે સ્થિતિ એવી હતી કે કદાચ આફ્રિકા મેચ જીતી જાય તો નવાઈ નહીં પરંતુ અંતે પ્રોટેસનો 16 અને પરાજય થયો હતો. ભારતે આ સાથે 3 ટી-20ની શ્રેણી 2-0થી જીતી લીધી હતી.નોંધપાત્ર છેકે ભારતનો આ ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 શ્રેણી વિજય હતો.
ભારતીય ફાસ્ટ બોલર અર્ષદીપ સિંઘે 62 રનમાં બે વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલે ચાર ઓવરમાં 53 રન આપીને એક વિકેટ મેળવી હતી. રાહુલ અને રોહિતની ઓપનિંગ જોડીએ 59 બોલમાં 96 રનની ભાગીદારી કરતાં ભારતને મજબૂત શરૃઆત અપાવી હતી. બાદ કોહલી અને સૂર્યકુમારે ઝંઝાવાતી બેટિંગ કરી હતી. બંનેએ માત્ર 42 બોલમાં 102 રન ફટકાર્યા હતા.
બીજી ટી20 મેચમાં સાપ આવી ચડ્યો, મેચ 10 મિનિટ રોકાઈ
ભારત અને સાઉથ આફ્રિકા સામેની ગુવાહાટીમાં બીજી ઝ20 મેચ રમાઈ રહી છે. ત્યારે મેચમાં એક રોચક અને અચરજ પમાડે તેવી ઘટના ઘટી હતી. મેચની 8મી ઓવરમાં સાપે મેદાનમાં એન્ટ્રી મારી હતી. સાઉથ આફ્રિકાના અમુક ખેલાડીઓએ કેએલ રાહુલ અને ઓનફિલ્ડ અંપાયર્સને આ અંગે જાણ કરી હતી. ત્યારે તરત જ મેચ ઑફિશ્યલ્સે ગ્રાઉન્ડને મેદાનમાંથી સાપને કાઢવા માટે આદેશ આપ્યો હતો. તે પછી તરત જ ગ્રાઉન્ડ સ્ટાફે તે સાપને મેદાનમાંથી બહાર કાઢ્યો હતો. સાપના કારણે મેચને 10 મિનિટ સુધી રોકવી પડી હતી.
આફ્રિકા સામે વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત મુકેશકુમાર અને રજત પાટીદારને ટીમમાં સ્થાન મળ્યું
ભારતીય ક્રિકેટ બોર્ડે સાઉથ આફ્રિકા સામેની વન ડે શ્રેણી માટેની ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં ટીમ ધવનની કેપ્ટન્સી હેઠળની વન ડે મેચ રમશે. ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે 6 ઓક્ટોબરથી શરૃ થનારી 3 વન ડેની શ્રેણી રમશે. જેમાં વાઈસ કેપ્ટન તરીકે શ્રેયસ ઐયરને સમાવવામાં આવ્યો હતો.ટીમ અંગે જો વાત કરવામાં આવે તો શિખર ધવન (કેપ્ટન), શ્રેયસ ઐયર (વાઈસ કેપ્ટન), ગાયકવાડ, ગિલ, રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, કિશન (વિ.કી.), સેમસન (વિ.કી.), શાહબાઝ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, અવેશ ખાન, મોહમ્મદ સિરાજ અને દીપક ચાહર.