વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં નંબર વનનો તાજ મેળવવા ભારતે આગામી બંન્ને ટેસ્ટ જીતવા જરૂરી: ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીએ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે

ચેન્નાઈમાં રમાઈ રહેલી ઈગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ ભારતે 317 રનથી જીતી લઈને શ્રેણી એક- એકથી સરભર કરી છે. પ્રથમ ટેસ્ટ મેચનો બદલો ભારતે લઈ લીધો છે. ભારતીય ટીમની શાનદાર જીતના હીરો અશ્વિન રહ્યા હતા. ’અબતક’ દ્વારા બીજા ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે જ લખ્યું હતું કે, પ્રથમ ટેસ્ટની હારનો બદલો ભારત શાનદાર જીતથી લેશે અને તે આજે સાબિત થયું હતું અને મેચ ચોથા દિવસે જ પૂર્ણ થઈ ગઈ હતી.ભારતીય ટીમના મજબૂત પાવર સામે ઇંગ્લેન્ડનો પાવર ડાઉન થઈ ગયો હતો. ખાસ તો બીજા ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જે પરિવર્તન કર્યા હતા તે પણ સફળ રહ્યા અને મેચને શાનદાર જીત આપવા માટે ટિમ સફળ રહી છે.

482 રન પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ 164 રનમાં ઓલઆઉટ થઈ હતી. ગઈકાલે જ્યારે ઇંગ્લેન્ડ બીજી ઇનિંગ્સમાં મેદાને ઉતરી ત્યારે માત્ર 50 રનમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. આજે મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડ ટીમની શરૂઆત સારી રહી ન હોતી અને ભારતીય બોલરોએ ટપોટપ વિકેટો લેતા ઇંગ્લેન્ડ માત્ર 164 રનમાં જ ધરાશાયી થઈ ગયું હતું.

પ્રથમ ઇનિંગ્સમાં 134 અને બીજી ઇંગસમાં માત્ર 164 રન જ ઈંગ્લેન્ડ બનાવી શક્યું હતું. ભારત માટે અક્ષર પટેલે 5, રવિચંદ્રન અશ્વિને 3, જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ લીધી છે.

ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીએ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. આ ડે-નાઈટ ટેસ્ટ પિન્ક બોલથી રમાશે. ત્યારબાદ બીજો ટેસ્ટ મેચ પણ અમદાવાદના મોટેરા ગ્રાઉન્ડમાં જ રમાશે. ત્યારે બીજા ટેસ્ટમાં ભારતીય ટીમે ઐતહાસિક જીત મેળવતા અને ટીમનો આત્મવિશ્વાસ હાઈ લેવલ પર છે.  ત્યારે ટિમ ઇન્ડિયા આગામી બે ટેસ્ટ મેચ જીતી સિરીઝ 3-1થી પોતાના નામે કરવા લડી લેવાના મૂડમાં છે.

ભારતની ટેસ્ટમાં રનના માર્જિનથી સૌથી મોટી જીત

337 દત સાઉથ આફ્રિકા, દિલ્હી 2015/16

321 દત ન્યૂઝીલેન્ડ, ઇન્દોર 2016/17

320 દત ઓસ્ટ્રેલિયા, મોહાલી 2008/09

318 દત વેસ્ટ ઇન્ડિઝ, નોર્થ સાઉન્ડ 2019

317 દત ઇંગ્લેન્ડ, ચેન્નઈ 2020/21 *

304 દત શ્રીલંકા, ગોલ 2017

અશ્વિન બન્યો મેચનો હીરો

આર. અશ્વિન બીજી ટેસ્ટ મેચમાં ભારતની જીતનો હીરો બની ગયો છે. તે મેન ઓફ ધ મેચ બન્યો છે. જેના માટે તે હકદાર પણ હતો. અશ્વિને પ્રથમ દાવમાં 5 વિકેટ ઝડપી હતી. તો બીજી ઇનિંગમાં 106 રનની સદી બેટ સાથે રમી હતી. આ મેચમાં અશ્વિને બંને ઇનિંગ્સમાંથી કુલ 119 રન બનાવ્યા હતા અને 8 વિકેટ ઝડપી હતી.

આ સાથે અશ્વિન બીજા ટેસ્ટમાં મેન ઓફ ધી મેચ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

ડેબ્યુ ટેસ્ટમાં અક્ષર પટેલની 5 વિકેટ

જો અશ્વિને પહેલી ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી તો પછી બીજી ઇનિંગમાં અક્ષર પટેલે કમલ કરી હતી. અક્ષરે બીજી ઇનિંગમાં 60 રનમાં 5 વિકેટ લીધી હતી. જો કે પ્રથમ ઇનિંગ્સમાં અક્ષરે 2 અને બીજી ઇનિંગ્સમાં 5 વિકેટ લેતા ડેબ્યુ ટેસ્ટમાં 7 વિકેટ મેળવી હતી અને ભારત તરફથી ડેબ્યુ ટેસ્ટમાં 5 વિકેટ લેનાર અક્ષર પટેલ છઠો ખેલાડી બન્યો છે.ગુજરાતી ઓલ રાઉન્ડર તરીકે અક્ષર પટેલ હવે ટેસ્ટ ડેબ્યુમાં પણ ઉભરી આવ્યો છે અક્ષર પટેલે આજે શાનદાર પર્ફોમન્સ કરતા ડેબ્યુ મેચમાં જ કુલ 7 વિકેટ પોતાના નામે કરી છે.

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત બીજા નંબરે

ચેન્નાઇમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 317 રનથી હરાવીને ભારત આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં બીજા નંબર પર પહોંચ્યું છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામે હાર્યા બાદ તે નંબર 4 પર પહોંચી ગયું હતું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થવા માટે, ભારતે ઇંગ્લેન્ડ સામેની શ્રેણી 2-1 અથવા 3-1થી જીતવી પડશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.