પ્રવાસ દરમિયાન ભારત ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટ મેચ ત્રણ ટી ૨૦ મેચ અને વન ડે શ્રેણી રમશે
ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો કાર્યક્રમ
સીરીઝ
પ્રથમ ટી૨૦ નવેમ્બર ૨૦ ગાબા, બ્રિસ્બેન
બીજી ટી૨૦ નવેમ્બર ૨૩ મેલબોર્ન
ત્રીજી ટી૨૦ નવેમ્બર ૨૫ સિડની
ટેસ્ટ સીરીઝ
પ્રથમ ટેસ્ટ ૬-૧૦ ડિસેમ્બર, એડિલેડ ઓવલ
બીજી ટેસ્ટ ૧૪-૧૮ ડિસેમ્બર, પર્થ
ત્રીજી ટેસ્ટ ૨૬-૩૦ ડિસેમ્બર, મેલબોર્ન
ચોથી ટેસ્ટ ૩-૭ જાન્યુઆરી, સિડની
વન-ડે સીરીઝ
પ્રથમ વન-ડે ૧૨ જાન્યુઆરી, સિડની
બીજી વન-ડે, ૧૫ જાન્યુઆરી, ઓવલ
ત્રીજી વન-ડે, ૧૮ જાન્યુઆરી, મેલબોર્ન
આ વર્ષના અંતે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડશે. તે માટેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા નવેમ્બર ૨૦૧૮થી જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ ચાર ટેસ્ટ અને ત્રણ વન-ડે સીરીઝ રમશે. ભારતીય ટીમ ૨૧ નવેમ્બરે બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝની સાથે પોતાના પ્રવાસનો પ્રારંભ કરશે.
ત્યાર બાદ ટીમ ઈન્ડિયા ૬ નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની સીરીઝ રમાશે.
૧૨ જાન્યુઆરી ૨૦૧૯ થી બંને વચ્ચે ત્રણ વન-ડે મેચની સિરીઝ રમાશે જે ૧૮ જાન્યુઆરીએ પૂર્ણ થશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે યોજાનાર ચાર ટેસ્ટ મેચની શરૂઆત એડિલેડમાં છથી ૧૦ ડિસેમ્બર દરમિયાન ડે-નાઇટ ટેસ્ટ મેચ યોજવા માટે ભારતને મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સીએના મુખ્ય કાર્યકારી અધિકારી જેમ્સ સધરલેન્ડે ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ જાહેર કરતાં કહ્યું કે, તેમનું બોર્ડ એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવા માટે BCCIસાથે વાત કરી રહ્યું છે.
સધરલેન્ડે કહ્યું કે, અમારી પ્રાથમિકતા છે કે, અમે એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમીએ પરંતુ તેઅંગે આગામી સમયમાં જવાબ મળી જશે. ભારતે અત્યાર સુધી એકેય ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી નથી પરંતુ તેઓ આ વર્ષના અંતમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી શકે છે. એડિલેડમાં છેલ્લા ત્રણ વર્ષમાં ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ સામે ડે-નાઇટ ટેસ્ટ મેચની યજમાની કરી છે અને ભારત સામે પણ ડે-નાઇટ ટેસ્ટ મેચ યોજાય તેવી આશા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,