પૂર્વી લદ્દાખમાં ચીન સાથેની સરહદ પર મડાગાંઠની સર્જાઈ છે. ચીનની અડોડાઇ સામે ભારતે વળતો જવાબ આપ્યો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં વિશાખાપટ્ટનમ ખાતે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નૌસેના કવાયતના પ્રથમ તબક્કાનો પ્રારંભ થઇ ચુક્યો છે.

આ કવાયત ચાર દેશોના વ્યૂહાત્મક હિતોના વધતા જતા સંબંધને દર્શાવે છે. ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ સ્ટેટ્સની નૌકાદળો વચ્ચે મલબાર કવાયતનો પ્રથમ તબક્કો શરૂ થઇ ચુક્યો છે.જે શુક્રવાર સુધી ચાલશે. આ ચારેય દેશોની આ નૌકાદળ કવાયતનો બીજો તબક્કો અરબ સાગરમાં 17 થી 20 નવેમ્બર દરમિયાન થશે. ગયા અઠવાડિયે, ભારતે જાહેરાત કરી હતી કે ઓસ્ટ્રેલિયા આ નૌકાદળ કવાયતનો ભાગ બનશે, જેની સાથે તે હવે ‘ક્વાડ’ના ચારેય સભ્ય દેશોનો અભ્યાસ અસરકારક બની ગયો છે. ચીનને માલાબાર નૌસેના કવાયતથી પેટમાં તેલ રેડાય છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.