એમએસએમઇ, સ્ટાર્ટઅપ, મહિલા સાહસિકો , સર્વિસ ક્ષેત્રના વિકાસ માટે કાર્ય હાથ ધરાશે
ભારત અને યુએઈ વચ્ચે અત્યારે ક્રૂડ ઓઇલનો વ્યવહાર અને વ્યાપાર ચાલી રહ્યો છે ત્યારે માત્ર ક્રૂડ ક્ષેત્રે જ નહીં પરંતુ ક્રૂડ સિવાયના વિવિધ ક્ષેત્રે ભારત અને યુનાઇટેડ આરબ એમીરેટ્સ વર્ષ 2030 સુધીમાં 8 લાખ કરોડ રૂપિયાનો વ્યાપાર લક્ષ્યાંક સાધશે. જે માટે કાઉન્સિલની પણ રચના કરવામાં આવી છે જે ખરા અર્થમાં ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ ને સહકાર આપશે. જે ક્ષેત્ર નિર્ધારિત થયા છે તેમાં એમએસએમઇ, સ્ટાર્ટઅપ, મહિલા સાહસિકો , સર્વિસ ક્ષેત્રનો સમાવેશ થયો છે. એમઓયુનો ઉદ્દેશ્ય બંને દેશોમાં રોકાણો, ટેક્નોલોજી ટ્રાન્સફર અને ઉદ્યોગોમાં મુખ્ય ટેક્નોલોજીની જમાવટ દ્વારા ઉદ્યોગોને મજબૂત અને વિકાસ કરવાનો છે. તેનાથી સમગ્ર અર્થવ્યવસ્થામાં રોજગારી સર્જાવાની શક્યતા છે.
આ વ્યાપારિક સંધિની અમલીકરણથી પરસ્પર સહકારનાં તમામ ક્ષેત્રોમાં સંશોધન અને નવીનતામાં વધારો થઈ શકે છે, ખાસ કરીને રિન્યુએબલ એનર્જી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈન્ડસ્ટ્રીને સક્ષમ કરતી ટેકનોલોજી અને આરોગ્ય અને જીવન વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં. આનાથી આ ક્ષેત્રોની વૃદ્ધિ, સ્થાનિક ઉત્પાદનમાં વધારો, નિકાસમાં વધારો અને આયાતમાં ઘટાડો થઈ શકે છે.આ એમઓયુ પર હસ્તાક્ષર કરવાથી, ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવા માટે ભારતના માનનીય પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલ મજબૂત આહવાન, આત્મનિર્ભર ભારતનાં લક્ષ્યને પરિપૂર્ણ કરવામાં પરિણમશે.
કેન્દ્રના વાણિજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આ દ્વિપક્ષીય ભાગીદારીથી પેટ્રોલિયમ ક્ષેત્રે પણ અનેકવિધ રીતે વ્યાપાર હાથ ધરવામાં આવશે ત્યારે ગિફ્ટ સિટી ખાતે અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ પોતાની ઓફિસ ખોલતા અનેકવિધ પ્રશ્નોનું નિવારણ આવી ગયું છે. વર્ષ 2030 સુધીના લક્ષ્યાંકને પહોંચવા બંને દેશો મુખ્યત્વે ઉર્જા, ટેકનોલોજી એન્ડ એજ્યુકેશન, હેલ્થકેર, ડિફેન્સ સહિતના ક્ષેત્રે ભાગીદારી સાધશે