પ્રથમ ટેસ્ટ જીતવા બંને ટીમના ખેલાડીઓ પરસેવો પાડશે
ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ખંઢેરી સ્ટેડીયમ ખાતે તા.૪ ઓકટોમ્બરથી શરૂ થતા પ્રથમ ટેસ્ટ મેચ માટે બંને ટીમ આજે સાંજ સુધી રાજકોટ આવી ગયા બાદ આવતીકાલે ખંઢેરી સ્ટેડીયમ ખાતે નેટપ્રેકટીશ કરનાર છે. ભારત અને વેસ્ટઇન્ડિઝના ખેલાડીઓનું આઠ દિવસ રોકણ થવાનું હોવાથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા બંને ટીમને રહેવાની અને નેટપ્રેક્ટીશની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
સ્થાનિક ખેલાડીઓમાં ચેતેશ્ર્વર પુજારા અને રવિન્દ્રસિંહ જાડેજાનો ટીમ ઇન્ડિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંને ટીમ વચ્ચેની મેચને નિહાળવા ક્રિકેટ રસિયાઓમાં રોમાન્ચનો માહોલ જોવા મળી રહ્યો છે.
આવતીકાલે અને બુધવારે બંને ટીમ દ્વારા નેટપ્રેકટીસ કરી ખેલાડીઓ પરશેવો પાડશ અને મંળવારે ટીમ ઇન્ડિયા બપોરે ૨ થી ૫ અને ટીમ વેસ્ટઇન્ડિઝ સવારે નવ થી બારના સમય દરમિયાન નેટપ્રેકટીશ કરશે
ટીમ ઇન્ડિયામાંથી વિરાટ કોહલી, કે.એલ.રાહુલ, પૃથ્વીશો, મયંક અગ્રવાલ, અજિંતય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રવિન્દ્ર અશ્ર્વિન, મહંમદ શમી, ઉમેશ યાદવ, મહંમદ સિરાઝ અને શાર્દુલ ઠાકુર ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરાયો છે.
જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં જસોન હોલ્ડર, ક્રેગ બ્રેથવેઇટ, કિરન પોવેલ, શિમરોન હેતમમયેર, શેનોન, શેન ડોવરિચ, રોસ્ટન ચેસ, જોમેલ વારિકન, શાહી હોપે, દેવેન્દ્ર બિસ્સો, શેરમોન લુઇસ, સુનિલ એબ્રિસ, જાહમર હેમિલ્ટન, ક્રેમાર રોઝ, ક્રિમો પોલનો સમાવેશ કરાયો છે.