સ્વતંત્રતા બાદ પ્રથમવાર ભારત-પાક. એક જ મિલીટ્રી એકસરસાઈઝમાં જોડાશે
વિશ્વશાંતીને સ્થાપવા અને આતંકવાદને નાથવા ભારત પાક સૈન્ય રશિયામાં એન્ટી ટેરર ડ્રિલમાં હાજરી આપશે. શંધાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા યોજાનારી આ સભામાં નસ્કલીઓ અને આતંકવાદ સામે વિવિધ દેશોનું જૂથ બનાવવામાં આવશે ચેલાબીન્સ્ક શહેરની આ મીટમાં ભારતનાં ૨૦૦ આર્મી ઓફીસરો અને એર ફોર્સના અધિકારીઓ હાજરી આપશે.
એસસીઓમાં રશિયા, ચીન કાર્યઝી, રિપબ્લીક કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તાજીકિસ્તાન જેવા દેશો પણ જોડાશે ‘વિસમિશન’ ડ્રિલમાં ચીનના શહેરમાં આ તમામ દેશોની વાર્ષિક સભા કરવામાં આવશે મિલેટ્રી અધિકારીએ જણાવ્યું હતુ કે આ મિશનથી વૈશ્વિક સ્તરે દેશોમાં મેત્રીભાવ થશે અને અલગાવવાદ, આતંકવાદ જેવા પડકારો સામે લડી શકશે. એસસીઓમાં મિલીટ્રી અધિકારીઓ આતંકવાદ જેવી તમામ સમસ્યાઓ અંગે પોતાના મત રજૂ કરશે અને તેના નિવારણ અંગે ચર્ચા કરશે. ભારત પાકિસ્તાન વચ્ચે શરૂઆતથી જ ઘર્ષણ રહ્યું છે. ત્યારે ભારત પાકિસ્તાન સામે વૈશ્ર્વીક સ્તરે આતંકવાદને નાથવા એકશન લેવા માગે છે. અને રશિયામાં યોજાનારી આ મીટમાં પાકિસ્તાન પણ શાંતી સંદેશ સાથે આવ્યું છે.
સ્વતંત્રતા બાદ ભારતના ઈતિહાસમાં પહેલી વખત ભારત પાક. મિલીટ્રી એકસરસાઈઝનો હિસ્સો બનશે આ મીટમાં ભારતની મેમ્બરશીપ રશિયાને કારણ થઈ હતી જયારે પાકની એન્ટ્રી ચીનના સંગઠનથી થઈ હતી. ભારતને આશા છે કે એસસીએમાં સભ્ય બન્યા બાદ દેશને આતંકવાદ જેવી સમસ્યાઓ સામે સુરક્ષા મળશે.