આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપનો રંગે ચંગે આરંભ થઈ ચૂકયો છે. ક્રિકેટ વિશ્વની સૌથી મોટી રાઈવલી સમાન ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી શનિવારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી શનિવારે રન સંગ્રામ ખેલાશે. ભારત અને પાક ટીમનું અમદાવાદમા આગમન થઈ ચૂકયું છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્લ્ડકપમાં બંને ટીમો પોતાની પ્રથમ બે મેચ જીતી ચૂકી હોય શનિવારનો મેચ હાઈવોલ્ટેજ સાથે રોમાંચક રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, બોલીવુડના બાદશાહ અમિતાભ બચ્ચન, રજનીકાંત સહિતના માંધાતાઓ મેચ જોવા આવી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ગત મંગળવારે હાઈસ્કોરીંગ મેચમાં શ્રીલંકાની ટીમને છ વિકેટે પરાજય આપી પાકિસ્તાનની ટીમે વિશ્વકપમાં નવો વિશ્વ વિક્રમ બનાવ્યો છે. ગઈકાલે પાક ટીમનું અમદાવાદમાં આગમન થઈ ચૂકયું છે. ટીમને જયાં ઉતારો આપવામાં આવ્યો છે તે હોટલ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં ચકલુ પણ ન ફરકી શકે તેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. દરમિયાન ભારતે ગઈકાલે અફઘાનિસ્તાન સામે શાનદાર જીત મેળવી હતી. આજે બપોરે ભારતીય ટીમનું અમદાવાદમાં આગમન થયું હતુ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરોની એક ઝલક પામવા માટે એરપોર્ટ ઉપરાંત હોટલ ખાતે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉમટી પડયા હતા આજે ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પાકિસ્તાનની ટીમે નેટ પેકટીસ કરી હતી દરમિયાન ભારતીય ટીમ આવતીકાલે નેટમાં પરસેવો પાડશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને રજનીકાંત સહિતના માધાંતાઓ ક્રિકેટ વિશ્વકપનો મહામુકાબલો જોવા આવશે
ચૂસ્ત સુરક્ષા વચ્ચે પાકિસ્તાની ટીમે કરી નેટ પ્રેકટીસ: ભારતીય ટીમ કાલે નેટમાં પરસેવો પાડશે
ભારતીય ટીમે વર્લ્ડકપમાં પોતાના પ્રથમ બે મેચમાં પાંચવાર ચેમ્પીયન બનેલી ઓસ્ટ્રેલીયાની ટીમને અને બીજી મેચમાં અફઘાનિસ્તાનની ટીમનો કારમો પરાજય આપ્યો હતો. જયારે પાકિસ્તાનની ટીમ પણ પોતાના પ્રથમ બંને મેચ જીતી ચૂકી છે. હાલ બંને ટીમો ફુલ ફોર્મમાં છે. રવિવારે ક્રિકેટ રસિકોને એક રોમાંચક મહામૂકાબલો માણવાની તક મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વન-ડે વિશ્વકપ અને ટી.10 વિશ્વકપમાં અત્યાર સુધીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ સાત મેચ રમાય છે. જેમાં તમામ મેચમાં ભારતનો વિજય થયો છે. ઘર આંગણે રમાઈ રહેલી મેચમાં આ વખતે પણ ભારતીય હોટ ફેવરીટ માનવામા આવી રહી છે. ટીમ ઈન્ડીયા હાલ ફુલ ફોર્મમાં છે. બીજી તરફ ઓપનર શૂભમન ગીલ પણ ડેંગ્યુમાંથી બહાર આવી ગયો છે. ચૈન્નાઈથી અમદાવાદ પહોચી ગયો છે. જોકે શનિવારે પાકિસ્તાન સામે રમાનારી મેચમાં તેનો અંતિમ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવશે કે ક તે અંગે નિર્ણય છેલ્લી ઘડીએ લેવામાં આવશે.
વર્લ્ડકપનો ઓપનીંગ મેચ પણ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વ વિજેતા ઈગ્લેન્ડ અને રનરઅપ ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયો હતો જેમાં ગત વિશ્વકપમાં ફાઈનલમાં મળેલી હારનો બદલો લેતા ન્યુઝીલેન્ડની ટીમે ઈગ્લેન્ડને કારમો પરાજય આપ્યો હતો. મેચ હાઈ સ્કોરિંગ રહી હતી અમદાવાદનું સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું છે. પ્રેક્ષક કેપેસિટી 1.40 લાખની છે ભારત.પાક મેચની તમામ ટિકિટો મહિનાઓ પહેલા વેંચાય ગઈ છે. હાલ 10 ગણા ભાવ આપવા છતા ટિકિટ મળતી નથી.