૧૯૬૨માં ઝિયા ઉલ હક્કે ભારતિય સિનેમા પર સંપૂર્ણ પણે પ્રતિબંધ લાદી દીધો છે. ઘર આંગણે પણ સેન્સર બોર્ડના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો. આ સાથે જ ભારત અને પાકિસ્તાનની કલાનો વારસો અંત નરફ આગળ વધી રહ્યો હતો. કલા એ માત્ર કલા છે તેને કોઈ દેશ, શરહદ, જાતિ-જ્ઞાતિ, ગરીબ કે તવંગર સાથે નિરબત નથી. ફિલ્મ એ અભિવ્યક્તિનો વિષય છે. ફિલ્મનો વિષય કદાચ ભારત પાકિસ્તાનના સંબંધો સાથે જોડાયેલો હોઈ અને ફિલ્મ રોકવામાં આવે તો સમજી શકાય ભારતમાં બનતી ફિલ્મમાં ભારતને સારો દેશ દેખાડવાની કોશિશ કરવામાં આવી હોય અને પાકિસ્તાનમાં બનતી ફિલ્મનાં પાકિસ્તાનને તો પણ મારૂ તો સ્પષ્ટ માનવું છે કે ફિલ્મ એ કપલ્ના છે અને એનાથી કોઈ જ ફેર પડવો જોઈએ નહીં. જો ફિલ્મની હકીકતોને સાચી માનવામાં આવે તો લગભગ ફિલ્મમાં નેતાને ભ્રષ્ટ જ ગણવામાં આવ્યો હોય છે, આ દ્રષ્ટિએ તો બધાં જ નેતાઓને આત્મહત્યા કરી લેવી જોઈએ…!
આ પ્રતિબંધ પછી ધીમે ધીમે કરતા ભારતની ફિલ્મ્સ પાકિસ્તાનમાં ૨૦૦૮માં દેખાડવાની સમજૂતિઓ થઇ, છતાં પણ ૨૦૧૦માં ભારતમાં બનેલી ફિલ્મ બિન લાદેન’ને ખુબજ પ્રયત્નો છતા રીલીઝ ન કરવા દેવામાં આવી. આ જ વર્ષમાં ‘લાહોર’ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો. ૨૦૧૧માં ‘ડર્ટી પીકચર’ અને ‘દેલ્હી બેલી’, ૨૦૧૨માં “એક થા ટાઇગર’, ‘એજન્ટ વિનોદ’ અને ‘ખીલાડી 786’, ૨૦૧૩માં ‘ભાગ મિલખા ભાગ’ અને રાંઝણા’, ૨૦૧૪માં ‘હૈદર’ અને ‘ચિલ્ડ્રન ઓફ વૉર’, ૨૦૧૫માં ‘બેબી’, ‘ફેન્ટમ’, ‘કેંડલ ગર્લ્સ’ અને ‘બાંગિસ્તાન’, ૨૦૧૬માં ‘ઢીશૂમ’, ‘ઉડતા પંજાબ’, ‘શિવાય’, ‘એ દિલ હૈ મુશ્કિલ’, ‘નીરજા’ અને ‘અંબરસરિયા, ૨૦૧૩ ‘ટયુબલાઇટ’, ‘ટાઇગર ઝિંદા હૈ’, ‘દંગલ’, ‘નામ શબાના’, ‘જોલી એલ.એસ.બી. ૨’ અને ‘રઇશ’, ૨૦૧૮ માં ‘પેડમેન’, ‘પરી’, ‘રાઝી’, ‘વીરે દી વેડિંગ’ અને ‘પરમાણુ’.આ બધી પ્રતિબંધીત ફિલ્મ્સનો અભ્યાસ કરોતો ભાગ્યે જ પાકિસ્તાન વિરોધી ફિલ્મ્સ પણ કોણ જાણે પાકિસ્તાનના મગજમાં એક ઘટના સતત ઘેરાતી રહી છે કે ભારતની ફિલ્મ્સ ત્યના દર્શકોને અલગ દિશામાં વિચારવા પ્રેરી દેશે..
પાકિસ્તાને એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે કેટલા બધા પાકિસ્તાની કલાકારોને ભારતિય ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ખૂબ જ પ્રેમ પૂર્વક અને પોતાના જ ગણીને સ્વીકાર્યા છે. આજે પણ મહેંદી હસન, ગુલામ અલી, સલમા આગા, નુસરતે ફતેદ અલી ખાન, નૂરજહાન, રાહત ફતેહ અલી ખાન, અદનાન સામી, ફરહાન સઈદ, અલી ઝફર, સફકત અમાનત અલી, આતિફ અસ્લમ, આબેદા પરવિનને આજે પણ ભારતના લોકો ખૂબ સારા સિંગર તરીકે સ્વીકારે છે. આજે પણ યુટ્યૂબ પર જોઈશો તો ખબર પડશે કે પાકિસ્તાની સિંગરના કેટલાં ભારતિય ફોલોવર્સ છે. અનેક કલાકારો છે જેમને ભારતિય સિનેમાએ પોતાના જ હોઇ એ રીતે સ્વીકાર્યા છે. આજે પણ ફવાદ ખાન, અલી ઝફર, મીકાલ ગુલ્ફીકર, ઇમરાન અબ્બાસ, મહિરા ખાન, સજલ અલી, રાબા કોમર, સલમાન સહીક, સારા લોરેન, વિણા મલ્લિક, જાવેદ શોખ, મથીરા અલી ખાન, મીશા શફી જેવા અનેક એક્ટર અને એક્ટ્રેસીઝ સતત વ્યસ્ત હોય છે..
કલાના આદાન પ્રદાનથી એકબીજાને પૂરક બની શકાય છે. શસ્ત્રો હંમેશા એકમેકથી દૂર કરે છે જ્યારે કલા એકબીજાને નજીક લાવે છે. આશા રાખીએ કે બંને દેશના નેતાઓ સરહદોના પોલીટીક્સથી કલાને દૂર રાખે…