ભારત જીતશે તો સેમીફાઈનલમાં પ્રવેશ: ઈંગ્લેન્ડ માટે કરો યા મરોનો જંગ, હારશે તો ઘરઆંગણે જ વર્લ્ડકપ જીતવાનું સપનું થશે ચકનાચુર

આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ-૨૦૧૯માં કાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જોરદાર ટકકર જામશે. વિરાટ સેના કાલે ઓરેન્જ કલરની જર્સી સાથે મેદાનમાં ઉતરશે. કાલે ઈંગ્લેન્ડને હરાવવામાં ટીમ ઈન્ડિયા સફળ રહેશે તો ભારતનો ફાઈનલમાં પ્રવેશ થઈ જશે. કાલની મેચ ઈંગ્લેન્ડ માટે કરો યા મરો સમાન છે. જો કાલે અંગ્રેજો હારશે તો ઘરઆંગણે વર્લ્ડકપ જીતવાનું તેમનું સપનું ચકનાચુર થઈ જશે. વર્લ્ડકપમાં અત્યાર સુધી અપરાજીત એવી વિરાટ સેનાને કાલની મેચ માટે પણ હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે.

એજબેસ્ટર્ન ખાતે કાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારો વર્લ્ડકપનો ૩૮મો મેચ ખુબ જ રોમાંચક બની રહે તેવું માનવામાં આવી રહ્યું છે. વર્લ્ડકપમાં અત્યાર સુધી ભારત કુલ ૬ મેચ રમ્યું છે જેમાં ન્યુઝીલેન્ડ સામેની મેચ વરસાદનાં કારણે ધોવાઈ ગઈ હતી. જયારે સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝને ભારતે સરળતાથી પરાજય આપ્યો છે. વર્લ્ડકપનાં આરંભ પૂર્વે ઘરઆંગણે રમાઈ રહેલા વિશ્ર્વકપ જીતવા માટે ઈંગ્લેન્ડની ટીમને હોટ ફેવરીટ માનવામાં આવતી હતી. શરૂઆતનાં મેચોમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન વર્લ્ડ ચેમ્પીયનને છાજે તેવું હતું જોકે પાછળથી પ્રદર્શન કથળતા હાલ ઈંગ્લેન્ડ માટે હવે પછીની તમામ મેચો જીતવી ફરજીયાત બની ગઈ છે. એક પણ મેચમાંથી જો હારશે તો અંગ્રેજોનું પ્રથમવાર વર્લ્ડકપ જીતવાનું સપનું ચકનાચૂર થઈ જશે. વર્લ્ડકપનાં સેમીફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ અગાઉથી જ કવોલીફાઈ થઈ ચુકી છે. જયારે ભારત અને ન્યુઝીલેન્ડનું સ્થાન પણ n માનવામાં આવી રહ્યું છે જો કાલે ભારત ઈંગ્લેન્ડને હરાવવામાં સફળ રહેશે તો સેમીફાઈનલમાં પ્રવેશ મેળવી લેશે. રોહિત શર્મા, કે.એલ.રાહુલ અને સુકાની વિરાટ કોહલીનું હાલ ફુલ ફોમમાં છે. બીજી તરફ છેલ્લા બે મેચ લો-સ્કોરીંગ હોવા છતાં બોલરોનાં શાનદાર પ્રદર્શનનાં સથવારે ટીમ ઈન્ડિયાએ હરીફોને હંફાવ્યા હતા. આમ બોલીંગ અને બેટીંગમાં બંનેમાં ટીમ ઈન્ડિયા ખુબ જ બેલેન્સ ટીમ હોય કાલની મેચ માટે ભારતને હોટ ફેવરીટ માનવામાં આવી રહ્યું છે. કાલે ભારત વિજય શંકરનાં સ્થાને દિનેશ કાર્તિક કે રિષભ પંતને અંતિમ ઈલેવનમાં સમાવે તેવી શકયતા પણ હાલ નકારી શકાતી નથી. અત્યાર સુધી મેન ઈન બ્લુ તરીકે જાણીતી ભારતીય ટીમ આવતીકાલે ઈંગ્લેન્ડ સામેનાં મેચમાં ઓરેન્જ જર્સી ધારણ કરી મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયાનાં યુનિફોર્મમાં પણ ભગવો રંગ આવી જતાં તેને રાજકીય સ્વ‚પ આપી દેવામાં આવ્યું છે. કાલે બપોરે ૩:૦૦ કલાકે મેચનો પ્રારંભ થશે. ઈંગ્લેન્ડ સામેની મેચ પછી ભારત વર્લ્ડકપમાં અંતિમ બે મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે રમશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.