મોદી વિશ્ર્વના સૌથી મહત્વના નેતા: ઈઝરાયેલી મીડિયા વડાપ્રધાન ઉપર આફરીન
સૈયદ સલાહુદીનને વૈશ્ર્વિક આતંકવાદી જાહેર કરવાનો નિર્ણય પાકિસ્તાન ઉપર કેવી આફત નોતરશે? નેધરલેન્ડ ભારતનું કુદરતી ભાગીદાર: મોદી
વડાપ્રધાન મોદીની રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની મુલાકાતથી ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સુરક્ષા મુદે સંબંધ વધુ મજબુત બન્યા છે. આગામી મહિને ભારત, અમેરિકા ઉપરાંત જાપાન સંયુકત માલાબાર નૌસેના કવાયત કરવાના જેનાથી ચીનના પેટમા તેલ રેડાય તેવી સંપૂર્ણ શકયતા છે.
અમેરિકા અને જાપાનની મદદથી ભારતનું પ્રભુત્વ વૈશ્ર્વિક કક્ષાએ વધતુ જાય છે. પરિણામે આદતથી મજબૂર ચીન ભારતના વધતા કદને પચાવી શકતુ નથી હિન્દ મહાસાગરમાં ચાઈનીઝ સબમરીનના આંટા ફેરા વધતા જાય છે. ત્યારે ભારત જાપાન અને અમેરિકા એન્ટી સબમરીન નૌસેના કવાયત કરવાના છે.
આ કવાયતમાં ભારત અને અમેરિકાના ‘સબમરીન હંટર’ પોસાઈડ નં.૮ પેટ્રોલ એરક્રાફટ પણ ભાગ લેશે. હિન્દ મહાસાગરમા આ કવાયત અત્યાર સુધીની સૌથી મોટી નૌસેના કવાયત બની રહેશે.
એક તરફ ચીનને માપમા રાખવા પ્રયાસ થઈ રહ્યો છે. બીજી તરફ આતંકવાદના ખાત્મા માટે ઈઝરાયેલ સાથે સંબંધો ઘનિષ્ઠ કરવાની કવાયત શ‚ છે. મોદીની સુઝબુઝ અને આવડત ઉપર ઈઝરાયેલી મીડીયા આફરીન થઈ ગયું છે. વડાપ્રધાન મોદી વિશ્ર્વના સૌથી મહત્વના નેતા હોવાનું ઈઝરાયેલી મીડીયાએ કબુલ્યું છે મોદી પવિત્ર સ્થળ જે)સલેમની મુલાકાત લેવાના છે. ત્યારે પેલેસ્ટાઈન સાથે ચર્ચા કરવા હાલ તૈયારી કરાઈ નથી જે ઈઝરાયલની સરકાર માટે મહત્વનું બની રહ્યું છે.
વડાપ્રધાન મોદી હાલ નેધરલેન્ડનો પ્રવાસ પૂર્ણ કરી ચૂકયા છે. તેમણે નેધરલેન્ડને આર્થિક વિકાસનું કુદરતી ભાગીદાર ગણાવ્યું છે. ઉપરાંત મીસાઈલ ટેકનોલોજી ક્ધટ્રોલ રેજીમમાં ભારતના પ્રવેશને ટેકો આપવા બદલ નેધરલેન્ડનો આભાર માન્યો છે.
તેમણે કહ્યું હતુ કે, ભારત અને નેધરલેન્ડ વચ્ચેની ભાગીદારી ખૂબજ જૂની છે. સંબંધો ખૂબજ મજબુત છે. વડાપ્રધાન મોદીનો અમેરિકા અને નેધરલેન્ડ પ્રવાસ આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રે ભારત માટે અગત્યનો બની રહેશે તાજેતરમાં જ અમેરિકાએ હીઝબુલ મુઝાંહીદીનના ચીફ સૈયદ સલાહુદીનને વૈશ્ર્વિક આતંકવાદી ઘોષિત કર્યો છે. અમેરિકાના આ પગલાથી આતંકવાદ મુદે ભારતની વ્યથા અન્ય દેશો પણ અનુભવી રહ્યા હોવાનું પ્રસ્થાપિત થયું છે. પરિણામે પાકિસ્તાનને મોટો ફટકો પડયો છે. ગયા વર્ષે બુરહાન વાણીને ઠાર કરાયા બાદ હવે હિઝબુલ મુઝાહીદીનના સફાયો કરવાની તૈયારી છે.
કાશ્મીરમાં હિંસા પાછળ સૈયદ સલાહુદીનનો હાથ રહ્યો છે. જેને પાકિસ્તાનનું પીઠબળ હોવાની વાત જગજાહેર છે. પરિણામે આતંકવાદને પનાહ આપવાની પાક.ની નાપાક હરકત વિશ્ર્વ સમક્ષ ફરી વખત ઉઘાડી પડી ગઈ છે.