ઓસ્ટ્રેલિયાના કેપ્ટને પ્રથમ વનડે બાદ ખેલાડીઓને ચેતવ્યા: હવે ખ્યાલ રાખવો પડશે

ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારત સામે હાર્યા પછી ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટિવ સ્મિથે તેના ખેલાડીઓને ચેતવ્યા છે કે આપણે પ્રવાસ પૂર્વે એવું માનતા હતા કે આપણા બેટસમેનોએ ભારતના કાંડાને વાળીને બોલિંગ કરતા ચાઈનામેન પ્રકારનાં સ્પિનરોથી જ ચેતવાનું છે. પણ પ્રથમ વન-ડે રમ્યા પછી એ ખ્યાલ રાખવો પડશે કે ભારતના શસ્ત્ર સરંજામમાં સ્પિનરો જ નહી અન્ય તાકાત પણ છે જો કે અમે જરા પણ હતાશ થયા નથી ભારતની તાકાતની પરખ થઈ ગઈ છે.  ઓસ્ટ્રેલિયાએ સ્પિનર જીયાસને બોલાવ્યો છે. જે ગૂરૂવારે કલકતામાં રમાનાર બીજી વનડેમાં ઝબકવા માટે તૈયાર છે. જો કે ત્યાં છેલ્લા કેટલાક દિવસોથી અવાર નવાર વરસાદના ઝાપટા પડે છે. અને ગૂ‚વારે પણ વરસાદ પડી શકે છે. તેવી આગાહી કરી છે.હાલ પીચ પર કવર છે. ગ્રાઉન્ડ પર પણ કવર છે. આજે પ્રેકટીસ છે. ત્યારે ગ્રાઉન્ડ કંડીશન જોવી પડશે.

બંગાળ ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ સૌરવ ગાંગુલી મેદાન પર સતત હાજર રહીને કંડીશન પર નજર રાખે છે. જોવાનું એ રહે છે કે બીજી વન ડેમાં ભારતીય સ્પિનરો સામે ઓસ્ટ્રેલીયન સ્પિનર જીયાસ કેવી હરીફાઈ કરે છે. બેટસમેનોને જીયાસની ટેકનીક માટે ટિપ્સ આપવામાં આવી છે. તેમને રમત બદલવા કહેવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલીયાની તાકાત ઓછી અંકાય નહી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.