લોકેશ રાહુલ ભારતીય ટીમ માટે ટ્રમ્પકાર્ડ સાબિત: મેચ ફિનીશર તરીકે ધોનીની અવેજી પુરી પાડતો રાહુલ
ગુડ બાય રાજકોટ: ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ બેંગ્લોર જવા રવાના
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે મેચની સીરીઝમાં બીજો વન-ડે ભારતે રાજકોટ ખાતે આવેલા ખંઢેરી સ્ટેડિયમ પર જીતી લીધો છે ત્યારે ભારતનો લક્ષ્ય પાર કરવામાં ઓસ્ટ્રેલિયા ટીમ વામણી સાબિત થઈ છે. રાજકોટની વિકેટ બેટીંગ પેરેડાઈઝ તરીકે ઓળખાય છે ત્યારે પ્રથમ મેચ હાર્યા બાદ શ્રેણી જીવંત રાખવા માટે ટીમે પોતાની નબળાઈઓ પર જીત મેળવી કાંગારૂઓને પરાસ્ત કર્યા છે.
ભારતીય બોલરો જેવા કે જસપ્રીત બુમરાહ, મોહમંદ સામી, નવદિત સૈની, ઓસ્ટ્રેલિયન બેટસમેનોને પ્રથમ યોર કર બોલ રમાડયા હતા જેને રમવામાં ઓસ્ટ્રેલિયન ટીમ નબળી સાબિત થઈ હતી. ૪૪૧નાં લક્ષ્યાંકને પહોંચવા માટે ઓસ્ટ્રેલિયાની ટીમનાં ઓપનર બેટસમેન એરોન ફિન્ચ અને ડેવીડ વોર્નર જીણવટભરી રમત રમ્યા હતા.
જેમાં વોર્નર ૧૫ રનનાં નીજી સ્કોર ઉપર આઉટ થયો હતો. લોકેશ રાહુલ મેચમાં મેન ઓફ ધ મેચ બન્યો હતો ત્યારે તે વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, ધોની બાદ ટીમ ઇન્ડિયામાં જે મીડલ ઓર્ડર બેટસમેન તરીકે જે કોઈ ખેલાડી હોય અને તે સક્ષમ હોય તે હવે લોકેશ રાહુલ માનવામાં આવે છે ત્યારે આગામી ટી-૨૦ વર્લ્ડકપ માટે પણ લોકેશ રાહુલને વિકેટ કિપીંગ કરાવવામાં આવશે તેવું પણ માનવામાં આવે છે.
હાલ તે કોઈપણ ઓર્ડર પર આવી ટીમને સ્થિરતા આપવામાં મદદરૂપ સાબિત થયો છે તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે ધોનીની અવેજી હવે લોકેશ રાહુલ પુરી કરશે.
ભારત માટે ધવને ૯૬, રાહુલે ૮૦ અને કોહલીએ ૭૮ રન નોંધાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ મેચના હિરો રહેલા ઓપનર ડેવિડ વોર્નર અને એરોન ફિંચની જોડી નિષ્ફળ રહી હતી. વોર્નર ૧૫ અને ફિંચ ૩૩ રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. સ્ટિવ સ્મિથ અને માર્નસ લાબુશેને પડકાર આપ્યો હતો પરંતુ આ જોડી આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયા દબાણમાં આવી ગયું હતું અને ભારતીય બોલર્સે તેનો ફાયદો ઉઠાવ્યો હતો.
ધવનની જેમ સ્મિથ પણ સદી ચૂકી ગયો હતો. તેણે ૧૦૨ બોલમાં ૯ ચોગ્ગા સાથે ૯૮ રન ફટકાર્યા હતા જ્યારે લાબુશેને ૪૬ રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે બે-બે તથા જસપ્રિત બુમરાહે એક વિકેટ ખેરવી હતી.
અગાઉ પ્રથમ વન-ડેમાં નિષ્ફળ રહેલા બેટ્સમેનોએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું અને મોટો સ્કોર ખડક્યો હતો. રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. આ જોડીએ પ્રથમ વિકેટ માટે ૮૧ રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિતે ૪૪ બોલમાં ૪૨ રન નોંધાવ્યા હતા જેમાં છ ચોગ્ગા સામેલ છે. બીજી તરફ ધવનને આક્રમક બેટિંગ કરીને પોતાનું ફોર્મ દેખાડી દીધું હતું. જોકે, તે ચાર રન માટે સદી ચૂકી ગયો હતો. ધવને ૧૩ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૯૦ બોલમાં ૯૬ રન ફટકાર્યા હતા. ધવન અને રોહિતની આક્રમક બેટિંગ બાદ સુકાની વિરાટ કોહલી અને લોકેશ રાહુલે પણ સારી શરૂઆતનો લાભ ઉઠાવતા ઓસ્ટ્રેલિયન બોલર્સની ધોલાઈ કરી હતી. પ્રથમ વન-ડેમાં ચોથા ક્રમે બેટિંગમાં આવેલો કોહલી રાજકોટમાં તેના નિયમિત ત્રીજા ક્રમે બેટિંગમાં આવ્યો હતો. તેણે છ ચોગ્ગાની મદદથી ૭૬ બોલમાં ૭૮ રન ફટકાર્યા હતા. રાહુલે સૌથી ઝડપી રન નોંધાવ્યા હતા. તેણે ૫૨ બોલમાં ૮૦ રન ફટકાર્યા હતા જેમાં છ ચોગ્ગા અને ત્રણ સિક્સર સામેલ હતી. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ અણનમ ૨૦ રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા માટે એડમ ઝામ્પાએ ત્રણ અને કેન રિચાર્ડસને બે વિકેટ ઝડપી હતી.