- ભારતીય પરંપરા મુજબ કુમકુમ તિલક કરી ક્રિકેટરોને આવકારાયા: રાસ ગરબાની રમઝટ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલે મંગળવાર ભારત અને ઇગ્લેંન્ડ વચ્ચે પાંચ ટ્વેન્ટી-20 મેચની શ્રેણી પૈકીની ત્રીજી મેચ રમાનાર છે. ગઇકાલે ભારત અને ઇગ્લેંન્ડની ટીમોનું રાજકોટમાં આગમન થઇ ગયું છે. ટીમ ઇન્ડિયાને કાલાવાડ રોડ સ્થિત સયાજી હોટલ ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. જ્યારે ઇગ્લેંન્ડની ટીમને 150 ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. બન્ને ટીમોનું આગમન થતા હોટલ ખાતે ભારતીય પરંપરા મુજબ કપાળે કુમકુમ તિલક કરી પુષ્પગૃષ્ટ આપી આવકારવામાં આવ્યા હતા. ઢોલ-નગારા સાથે રાસ ગરબાની રમઝટ સાથે ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સુકાની સુર્યકુમાર યાદવે હોટલ ખાતે પોતાના ચાહકોને ઓટોગ્રાફ આપ્યો હતો. પોતાના ચહિતા ક્રિકેટરોની એક ઝલક પામવા માટે એરપોર્ટથી લઇ હોટલ સુધીના રૂટ પર ઠેર-ઠેર ક્રિકેટ ચાહકો ગોઠવાય ગયા હતા. હોટલની બહાર તો મોટી સંખ્યામાં ક્રિકેટના રાજકુમારો ઉમટી પડ્યા હતા. આજે બન્ને ટીમો નેટ પ્રેક્ટીશ કરશે.
આજે બપોરે ઇંગ્લેન્ડના સુકાની જોશ બટલર પત્રકાર પરિષદમાં પ્રથમ બે ટ્વેન્ટી-20 મેચમાં પરાજય થયા બાદ હવે ત્રીજી ટી-20 મેચમાં અમે વાપસી કરવા માટે તત્પર છીએ. ઇંગ્લેન્ડની ટીમે સતત ત્રણ કલાક સુધી નેટ પ્રેક્ટીસમાં પરસેવો પાડ્યો હતો. આજે સાંજે ટીમ ઇન્ડિયાએ પણ નેટ પ્રેક્ટીસ કરી હતી.
- તિલકની સમજણભરી બેટીંગ: ભારતે બીજી ટી-20માં ઇગ્લેન્ડને હરાવ્યું
- જીત સાથે ભારતે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી: કાલે રાજકોટમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજો ટી-20 જંગ જામશે
ભારતે ટી20 શ્રેણીની બીજી મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું છે. ચેન્નાઈમાં શનિવારે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક જીત નોંધાવી હતી. તેના માટે તિલક વર્માએ વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી. ભારતની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ તિલકે એક છેડો મજબૂત રીતે પકડી રાખ્યો અને મેચ જીતાડી હતી. ભારત તરફથી બોલિંગમાં વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે કમાલ કર્યો હતો. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે તિલકની ઇનિંગના આધારે 19.2 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતે પ્રથમ ટી20 મેચ પણ જીતી લીધી હતી. હવે બીજી મેચ પણ જીતી લીધી છે. તેણે પાંચ મેચોની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમની એક છેડેથી સતત વિકેટો પડી રહી હતી. પરંતુ તિલકે ક્રિઝ પર રહ્યો હતો. તેણે 55 બોલનો સામનો કરીને અણનમ 72 રન બનાવ્યા હતા. તિલકે 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. રવિ બિશ્નોઈ 9 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતે બીજી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. અભિષેક શર્મા 6 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી સંજુ સેમસનની વિકેટ પડી. સેમસન 7 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી હાર્દિક પંડ્યાની વિકેટ પડી. પંડ્યા 7 રન બનાવીને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ જોસ બટલરે સારી ઈનિંગ રમી. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. બટલરે 30 બોલનો સામનો કર્યો અને 45 રન બનાવ્યા. તેણે 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. બ્રેયડન કાર્સે 31 રનની ઇનિંગ રમી હતી. જેમી સ્મિથે 22 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નથી.