• જેલમાં રહીને પણ ઇમરાન રિવર્સ સ્વીન્ગ કરશે?
  • અંધાધૂંધી વચ્ચે ઇમરાન જેલમાં રહીને પણ ચૂંટણીનો જંગ લડી રહ્યા હોય, દેશનું ભાવિ કેટલું ધૂંધળુ તેનો અંદાજ લાગે છે

National News

પાકિસ્તાનની ચૂંટણીમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ અને પાકિસ્તાન પીપલ્સ આ ત્રણ પાર્ટી વચ્ચે ત્રિ પાખીયો જંગ જામ્યો છે. ત્યારે સૌની નજર ઇમરાન ઉપર છે. તેઓ જેલમાં રહીને પણ રિવર્સ સ્વીન્ગ કરશે કે કેમ તેના ઉપર મીટ છે. ઇમરાન ખાન  પ્રતિબંધના લીધે સીધા ચૂંટણીમાં ઝંપલાવી શકતા ન હોય તેઓની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ અપક્ષ ઉમેદવારોના સમર્થનથી બાજી મારી રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણીઓ માટે મતદાન સમાપ્ત થયા બાદ મતગણતરી ચાલુ છે.  ગુરુવારે સવારે 8:30 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે 5:30 વાગ્યા સુધી ચાલ્યું હતું.  મતદાનની ગણતરી વચ્ચે ટ્રેન્ડ પણ ઉભરાવા લાગ્યો છે.  જોકે, સત્તાવાર પરિણામો આજે એટલે કે 9મી ફેબ્રુઆરી સુધીમાં જ આવવાની ધારણા છે.

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટો છે.  જેમાંથી 266 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે.  બાકીની બેઠકો અનામત છે.  પાકિસ્તાનમાં મુખ્યત્વે 3 પક્ષો વચ્ચે સ્પર્ધા છે.  જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનો સમાવેશ થાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધી ઈમરાનને સમર્થન કરી રહેલા અપક્ષ ઉમેદવારો પ્રારંભિક વલણોમાં આગળ છે.  ચૂંટણી પંચે પરિણામ જાહેર કરવામાં વિલંબ કર્યો.  મતદાન દરમિયાન દેશમાં કેટલાક કલાકો સુધી મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ લગભગ બંધ રહી હતી.  દરમિયાન, ન્યૂઝ ચેનલોએ તેમની વેબસાઈટ પરથી ચૂંટણી પરિણામની ગણતરી હટાવી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.