ભારતમાં જન્મેલા ઉદ્યોગપતિ અને સમાજસેવક મનોજ ભાર્ગવે મંગળવારે નવી દિલ્હીમાં એક ઇવેન્ટ દરમિયાન ડોક્યુમેન્ટરી ફિલ્મ- બિલિયન્સ ઇન ચેન્જ 2 માં નવી શોધનો લાઇવ ડેમો પ્રદર્શિત કર્યો. તેમાં સંપૂર્ણપણે નવી પાંચ શોધની માહિતી આપવામાં આવી છે જે મૂળભૂત જરૂરિયાતો સીધી ઉકેલ લાવી શકે છે.
ઇવેંટ દરમિયાન ભાર્ગવએ પોર્ટેબલ સોલર ડિવાઇસ હંસ 300 પાવરપૅક અને હંસ સોલરને ભારતીય બજારમાં ઉતારી દેવાની માહિતી આપી હતી. હંસ પાવરપૅક ડિવાઇસ માત્ર ઇલેક્ટ્રિસિટીનું પ્રોડક્શન જ નહી પરંતુ તે ઇલેક્ટ્રિસિટી સ્ટોર્સ પણ કરે છે. આ રીતે હોન્સ સોલર એક પ્રકારનું સોલર પાવર સ્ટેશન છે. ભાર્ગવ એવો દાવો કરે છે કે આ ખૂબ જ અગત્યનું છે.
હંસ 300 પાવરપૅક એટલી વીજળી પેદા કરે છે કે ઘણાબધા બલ્બ, ટીવી, પંખાની જેવી જરૂરિયાતની વસ્તુઓને ચલાવી શકાય છે. ઇવેન્ટ દરમ્યાન 130 કલાક અને 300 કલાક પાવર આપનાર બે મોડેલ માં પ્રસ્તુત કરવામાં આવ્યુ હતુ. તેમની કિંમત અનુક્રમે 10,000 રૂપિયા અને 14,000 રૂપિય છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેની ગેરેંટી 12 વર્ષની છે એટલે કે 12 વર્ષ સુધી વીજળી બિલથી સ્વતંત્રતા મળી શકે છે
ભારતમાં આ આગામી વર્ષે મે મહિનામાં લાવવાનો પ્લાન છે. ભાર્ગવએ કહ્યું કે, હંસ પાવરેપૅક અને હંસ સોલર બ્રિફકેસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીની જરુરત્તોને પૂર્ણ કરી શકાય છે અને તે માટે તેમને બિલ પણ નથી ચૂકવવું નથી પડતું.