ઉના દલિતકાંડને એક વર્ષ પૂર્ણ થયે દલિત નેતા જીજ્ઞેશ મેવાણી, રેશ્મા પટેલ અને કનૈયા કુમાર સહિતના યુવા નેતાઓએ ભાજપની હિટલરશાહીને પડકારી
ગુજરાતમાં ઉના દલિતકાંડના એક વર્ષ પૂરું થતા દલિત નેતા જીજ્ઞેસ મેવાણી દ્વારા માં આજે આઝાદી કુચ રેલી છે જેની તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. જે સંદર્ભમાં ગઈકાલ ડો. બાબાસાહેબ આંબેડકર હોલ અમદાવાદ માં સંમેલન નું આયોજન કરવામાં આવેલું . આ સંમેલનમાં પાટીદાર નેતા રેશમાં પટેલે હાજરી આપી લોકશાહીની લડાઈ ને વેગવંતી બનાવવા સુર પુરાવ્યો હતો . લોકશાહીમાં વિરોધ કરવો, રેલી કાઢવી બંધારણીય અધિકાર છે એટલે આજે રેલી યોજાશે. જેમાં રેશ્મા પટેલ, જીગ્નેશ મેવાની, કનૈયા કુમાર સહિતના યુવા નેતાઓ હાજર રહેશે અને બહોળી સંખ્યામાં લોકો જોડાશે અને ભાજપની હિટલરશાહી ને પડકારશે.
આજે ઉનકાંડની ઘટનાના એક વર્ષ બાદ પણ જાતી આધારિત હિંસા, મોબ-લિંચિંગ અને ગૌ-રાક્ષકોનો આતંક રોકાવાનું નામ લેતો નથી. ઉનકાંડની ઘટનાને પગલે સમગ્ર ગુજરાત જ નહીં, દેશ-વિદેશમાં પણ આક્રમક દેખાવો થયા હતા. અમારા આંદોલનના સમર્થનમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, લંડન વગેરેમાં પણ વિરોધ પ્રદર્શનો થયા. સમગ્ર ગુજરાતમાં સેંકડો નાના-મોટા દલિત સંગઠનોએ પોતાની તાકાત અને સંગઠન-શક્તિનો પરિચય કરાવ્યો. અમદાવાદથી ઉના સુધી એક ઐતિહાસિક દલિત અસ્મિતા યાત્રા કરવામાં આવી. યાત્રા દરમિયાન હજ્જારો દલિતો એ શપથ લીધા કે જીવનમાં હવે પછી ક્યારેય મૃત પશુઓના નિકલનું કામ કરીશું નહીં અને તેના બદલે સરકાર અમને ખેતી માટે ૫ એકર જમીનોની ફાળવણી કરે. પણ ગુજરાતની ગતિશીલ સરકાર એવું ઈચ્છે છે કે દલિતો ગટરમાં જ ઉતરે, મેલું જ ઉપાડે અને મરેલા ઢોરના નિકલનું કામ જ કરે.
વધુમાં, ઉનાકાંડની ઘટના બની તે વેળાના ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ઉનાના પીડિતોને વચન આપવામાં આવ્યું હતું કે તમારા કેસની ટ્રાયલ સ્પેશ્યલ કોર્ટમાં ચાલશે, તમારા પરીવાર ને ખેતી માટે જમીનની ફાળવણી કરવામાં આવશે અને પરિવારના સભ્યોને સરકારી નોકરી આપવામાં આવશે. ઉપરાંત મોટાસમઢીયાળા ગામમા પણ કેટલીયે પાયાની સવલતો ઉભી કરવાનું વચન આપવામાં આવ્યું હતુ, જે પૈકીના એક પણ વાંચનનું પાલન કરવામાં આવ્યું નથી.
સંગઠન દ્વારા લાગલગાટ ૬ મહિના સુધી ચલાવવામાં આવેલા એકધારા આંદોલન બાદ પણ જાડી ચામડીની ગુજરાતની દલિત વિરોધી સરકાર દ્વારા લાંબા વખતથી પડતર એવી દલિતોના પ્રશ્નો બાબતે એકપણ વાર ટેબલ-ટોકની તૈયારી પણ બતાવેલ નથી. જે દર્શાવે છે કે ગુજરાતની વિજય ‚પાણીની સરકાર દલિતો સાથે રાજકીય અસ્પૃશયતા પાળી રહી છે.
બીજી તરફ , પ્રધાન મંત્રી એ આંખમાં આંશુ સાથે ઉનાની ઘટના વખતે પણ અને તાજેતરની તેમની ગાંધી આશ્રમની મુલાકાત વખતે પણ કહ્યુ કે ગૌ રક્ષાના નામે હિંસા ચલાવી લેવાશે નહિ. પણ હકીકત એ છે કે ગુજરાતની અને કેન્દ્રની સરકાર માટે એક મનુષ્ય કરતા પશુનું મૂલ્ય વધારે છે અને એટલે જ કાયદો બને છે ગૌ-હત્યા કરવામાં આવી તો જન્મટીપની સજા અને કોઈ નિર્દોષને રહેંસી નાખવામાં આવે તો કઈ નહીં. આજે છેલ્લા ૩ વર્ષ દરમિયાન ગૌ રક્ષાના નામે ૨૩ નિર્દોષ મુસ્લિમોની હત્યા કરી દેવામાં આવી. છાસવારે ભીડ તંત્ર દ્વારા ઉના, દાદરી, અલવર, લાતેહર, જામસેડપુર અને તાજેતરમાં દિલ્હીની માફક નિર્દોષોની મોબ-લીંચિંગ માં હત્યા કરી દેવામાં આવે છે.
નીતિન પટેલના ઈશારે રદ્દ કરવામાં આવેલી આઝાદી કૂચની પોલીસ પરમિશન ફરી મળે કે ના મળે બંને સંજોગોમાં અમારી કૂચ થઈને રહેશે. ઉનાકાંડના એક વર્ષ નીમિત્તે ફરી એકવાર ગુજરાત સરકાર સામે ન્યાયની લડત ઉપાડવામાં આવે તેમજ જીજ્ઞેશ મેવાણીની યાદીમાં જણાવાયું છે.