લોકશાહી દેશ ભારતની આઝાદીની લડતમાં ભોગ આપનાર અને દેશનો ચોથો હિસ્સો એવો દલીતો પર આઝાદીના ૭૨ વર્ષ પછી પણ અત્યાચાર અને અન્યાયનો ભોગ બનવું પડે તે લોકશાહી દેશમા શરમજનક કહેવાય.
આ અંગે રાજયના પૂર્વમંત્રી બળવંતભાઈ મણવરે જણાવેલ કે રાજસ્થાનની બળાત્કરની ઘટના દેશ માટે કલંકીત ઘટના છે. દેશમાં સ્વતંત્રતા આવી તેને ૭૨ વર્ષ થયા પણ દલીતોને સ્વમાન માટે અધિકારો માટે સમાજના મુખ્ય પ્રવાહમાં સમાન તક મેળવવા માટે સંબર્ંષ કરવો પડે છે. અને તેમના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવા માટે પોલીસ રક્ષણ મેળવવું પડે એ શરમજનક છે.
અત્યાચાર અને અસ્પૃશ્યના ૫૬માં હજી પણ પીલાવવું પડે છે. ગુજરતાનાં આગેવાનોએ સાથે બેસી નકસલવાદ પ્રદેશોનો અભ્યાસ કરવો જોઈએ ફરીને ગુજરાતની શાંતી ન ડહોળાય અને બધા જ પક્ષાપક્ષી રાજકારણને ભૂલી સંપીને રહે એક બીજાના ઉત્સવો પ્રસંગોમાં ભાગ લે એવું ગુજરાતના અને સમાજના હિત માટે છે તેમ પૂર્વ મંત્રી બળવંત મણવરે જણાવ્યું હતુ.