તારીખ ૨૨ થી ૨૬ સુધી સાંજે ૪ થી ૮ ચંદ્રેશવાડી ખાતે જાહેર જનતા માટે આયોજન
રાજકોટને આંગણે ‘આઝાદી પુરાણ’ નામનું પંચદિવસીય જ્ઞાનયજ્ઞનું આયોજન થયેલ છે. ઈ.સ.૧૯૪૭ બાદ આવો જ્ઞાનયજ્ઞ પ્રથમવાર થયેલ છે. આઝાદીપુરાણના વકતા દાદુભાઈ લાંગા છે. તેઓ પોતાના રચેલ કાવ્યો અને ગીતો અને લખેલા પ્રસંગો રજુ કરશે. ઈ.સ.૧૮૫૭ થી ઈ.સ.૨૦૧૭ સુધીમાં જે કોઈ રાષ્ટ્રના હિતાર્થ શહિદ થયેલા છે. તેઓના જીવનના યાદગાર પ્રસંગો રજુ થશે.
‘આઝાદી પુરાણ’નું રસપાન તા.૨૨/૫/૨૦૧૭ થી ૨૬/૫/૨૦૧૭ સુધી દરરોજ સાંજે ૪ થી રાત્રીના ૮ સુધી ચંદ્રેશવાડી, પંચવટી મેઈન રોડ ખાતે થશે. આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યરત સંસ્થાઓ અને સંગઠનો જહેમત ઉઠાવી રહ્યા છે. વકતવ્ય દરમ્યાન શહિદો વિશેની વિશાળ માહિતીનો ભંડાર વકતા દ્વારા રજુ થશે. જેનો લાભ લેવા જાહેર જનતાને આયોજકોએ આમંત્રણ આપ્યું છે. વધુ વિગત માટે ૯૯૨૫૭ ૪૩૭૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા શહિદ ભગતસિંહ સેવા દળના સંયોજક અશોકભાઈ પટેલ, સ્વરાજ સમિતિના સંયોજક માયાબેન મકવાણા, અમિત ધ્રુવ, વિજય વખારીયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.