જામનગર શહેરકક્ષાના સ્વતંત્રતાપર્વની ઉજવણી જામનગર મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં કરવામાં આવી હતી. સામાન્ય રીતે જામનગર મહાનગરપાલિકાના કોઇ વોર્ડમાં રંગચંગે અને ધાર્મિક હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવતી સ્વતંત્રતા પર્વની ઉજવણી કોરોનાના સંક્રમણને કારણે સાદાઇથી કરવામાં આવી હતી. જેમાં મેયર હસમુખભાઇ જેઠવાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. મહાનગરપાલિકા સંકુલમાં યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં મેયર હસમુખભાઇ જેઠવા તેમજ ડે.મેયર કરશનભાઇ કરમુર,સ્ટેન્ડીગ કમિટી ના ચેરમેન સુભાષભાઇ જોષી, મ્યુનિ.કમિશ્નર સતીષ પટેલ, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, પ્રતિભાબેન કનખરા મંચ પર હાજર રહ્યા હતા.
આ ઉપરાંત કોર્પોરેટર કમલાસીંગ રાજપૂત, અતુલ ભંડેરી, જયેન્દ્રસિંહ ઝાલા, મનીષભાઇ કટારીયા, યોગેશભાઇ કણઝારીયા, અલ્કાબા જાડેજા, ડિમ્પલબેન રાવલ, ક્રિષ્નાબેન સોઢા, બીનાબેન કોઠારી, રચનાબેન નંદાણીયા, ચેતનાબેન પુરોહીત, રીટાબેન ઝીઝુંવાડીયા અને અરવિંદ સભાયા તેમજ ન.પ્રા.શિક્ષણ સમિતિના પ્રવિણભાઇ ટંકારીયા, હર્ષાબા જાડેજા વિગેરે હાજર રહ્યા હતા. આ તકે પદાધિકારીઓ દ્વારા કોરોના વોરીયર્સ પલક ગણાત્રા, કે.કે.બિશ્નોઇ, ડી.આર.પંચાલ, ઉર્મિલ દેસાઇ, મુકેશ ગોસાઇ, અશોકભાઇ ચંદ્રાવાડીયા અને વ્યકંટેશ્વર સાબુ વિગેરે ને સન્માનીત કરવામાં આવ્યા હતા. ૧૫ ઓગષ્ટના સ્વતંત્રતા પર્વના પ્રવચનમાં મેયર હસમુખભાઇ જેઠવાએ આગામી દિવસોમાં હાથ ધરાનાર પ્રોજેકટ ઓવરબ્રિજ, શેલ્ટર હોમ, સિટી ડીસ્પેન્સરી, ટાગોર હોલ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને ભુજીયા કોઠાનું નવનિર્માણ વિગેરેનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ કોરોનાની મહામારીમાં માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા શહેરીજનોને અપીલ કરી હતી.