શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ સમિતિનાં પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપુતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ.
સ્વતંત્ર દિવસના પ્રસંગે મહેશભાઈ રાજપુત દ્વારા જણાવવામાં આવેલ કે આજરોજ દેશની આઝાદીને ૭૩ વર્ષ થયા છે. અને ૭૪માં સ્વતંત્ર દિવસની રાજકોટ શહેર, ગુજરાત રાજય અને સમગ્ર ભારત દેશના નાગરીકોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે. અને કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિઓ પ્રવર્તી રહી છે. તેની સાવધાની અને સાવચેતી રાખવા જણાવેલ તેમજ આ મહામારીમાં લોકોની સાથે રહી કોરોના પોઝીટીવ પરિવારોની મદદ કરવા અને વ્યવસ્થા જાળવવા જણાવેલ છે. આ પ્રસંગે મહેશભાઈ રાજપુત, વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા પૂર્વ પ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ આગેવાન પ્રદીપભાઈ ત્રિવેદી, દિનેશભાઈ મકવાણા, દિનેશભાઈ ચોવટીયા, મુકેશભાઈ ચાવડા, સુરેશભાઈ બથવાર, મનપાના વિરોધ પક્ષ ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, ફન્ટલ સેલ પ્રમુખો રણજીતભાઈ મુંધવા, યુનુસભાઈ જુણેજા, આશિષસિંહ વાઢેર, મુકુન્દભાઈ ટાંક, અંકુરભાઈ માવાણી, સંકેતભાઈ રાઠોડ, વોર્ડ પ્રમુખ તુષારભાઈ દવે. સહિતના ઉપસ્થિત રહ્યા હતા.