સબજેલ, સરસ્વતિ ભગવતિ હાઇસ્કુલ, તરઘરી ગામે, રાષ્ટ્રભકિત સહિતના યોજાયા કાર્યક્રમો

મોરબી સબ જેલના અધિક્ષકશ્રી કે.એસ.પટણી,  ઇ.ચા.સલામતી જેલર એ.આર.હાલપરા તથા ઇ.ચા.સલામતી જેલર પી.એમ.ચાવડાનાઓ સાથે જેલના કર્મચારીઓ તથા જેલમાં રહેલા બંદિવાનો દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ એ પ્રગતિશીલ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ

આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે સ્વતંત્ર પર્વ ની ઉજવણી સરસ્વતી ભગવતી  હાઇસ્કુલ બરવાળા  ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ના વરદ હસ્તે  રાષ્ટ્રધ્વજ  ફરકાવી  સ્વતંત્ર પર્વ ની ઉજવણી કરવામાં માં આવેલ

મોરબીમાં 108 ફૂટ 33 મીટર ઊંચા રાષ્ટ્રધ્વજ નું રાજયમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં  લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારિયા ઉપસ્થિત રહ્યાં હતાં.

IMG 20220815 WA0444

તરઘરી ગામે  સ્વતંત્રતા પર્વની માળીયા તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માળીયા મામલતદાર ડી.સી.પરમાર ના હસ્તે ધ્વજ લહેરવવામાં આવ્યો હતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ માળીયા પોલીસના જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયત સદસ્ય અસ્મિતાબેન ચીખલીયા, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ, ટીડીઓ આર એ કોઢિયા, માળીયા પીએસઆઈ બી.ડી.જાડેજા તાલુકા પંચાયત સદસ્ય નિર્મલસિંહ તેમજ તરઘરી ગામના સરપંચ સાગરભાઈ ફુલતરિયા, તથા ગ્રામજનો અને એસએમસી શાળાનો શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહયા હતા.

હળવદ તાલુકાનાં ઘનશ્યામપુર ગામે સૌપ્રથમવાર તાલુકા કક્ષાનો સ્વતંત્રતા પર્વ ની ઉજવણી કરવામાં આવી છે.જેમાં હળવદ મામલતદાર એન એસ ભાટીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને અનેક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મિત જાબુકીયાએ અવનવા યોગાના દાવ  કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

મોરબી જિલ્લા કક્ષાના 76 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી વાંકાનેર ખાતે અમરસિંહજી હાઇસ્કૂલમાં કરવામા આવી હતી જેમાં પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્ર ગાન ગાઈને સલામી આપવામાં આવી હતી અને મોરબી પોલીસ દ્વારા કરવામાં આવેલ પરેડનું નિરિક્ષણ કર્યું હતું અને આ તકે મંત્રી દેવાભાઈ માલમ દ્વારા સરકારની સિદ્ધિઓ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ ઉજવણીમાં મોરબી જિલ્લા કલેકટર જે બી પટેલ, એસપી રાહુલ ત્રિપાઠી, પ્રાંત અધિકારી, એએસપી, તમામ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ હાજર રહ્યા હતા. નવયુગ કોલેજના એન.સી.સી.  કેડેટ્સએ રાષ્ટ્રધ્વજ ને સલામી આપ્યા બાદ તિરંગા સાથે રેલી કાઢીને સ્વાતંત્ર્યના સુત્રોનો જયઘોષ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.