સાંસ્કૃતિક કાર્યક્રમ અને જવાનોની પરેડ યોજાઈ: સ્વાતંત્ર સેનાનીઓનું સન્માન કરાયુ
દિવ્યાંગ બાળકોની કૃતિ નિહાળીને પ્રભાવિત યેલા સાંસદ મોહનભાઈ કુંડારીયાએ સંસને રૂ.૨ લાખની ગ્રાન્ટ આપી
રાજકોટ તા૧૫ઓગષ્ટ- દેશના ૭૨માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટ તાલુકાના ઘંટેશ્વર ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા તા પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલની આગેવાની હેઠળ શિક્ષણ મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજકોટ તાલુકાના ઘંટેશ્વર એસ.આર.પી.ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના આઝાદી પર્વ અન્વયે શહેર પોલીસ, ટ્રાફિક પોલિસ, બિન-હયિારધારી પોલિસ વગેરે વિભાગો દ્વારા રજુ કરાયેલી પરેડનું ખુલ્લી જીપમાં નિરીક્ષણ કર્યુ હતું.
ઉપસ્તિ રાષ્ટ્રપ્રેમી જનતાના અભિવાદન બાદ મંત્રી ચુડાસમાએ સ્વાતંત્ર સેનાનીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. જેમા મનુભાઇ વિઠ્ઠલાણી તથા જશુમતીબેન રાવલનો સમાવેશ થાય છે. રાજકોટ તાલુકાના વિકાસ માટે રાજય સરકારે આપેલો રૂ. ૨૫ લાખનો ચેક મંત્રી ચુડાસમાએ કલેકટરને એનાયત કર્યો હતો. જિલ્લાની વિશિષ્ટ વ્યકિતઓનું આ પ્રસંગે મંત્રીશ્રીએ સન્માન કર્યુ હતું.
જેમાં પ્રાદેશિક માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક જે.ડી.ત્રિવેદી, શિક્ષક હાર્દિક ઉપાધ્યાય, જે.વી.શાહ, રાજકુમાર કારેલીયા, કાજલ કાકવાણી, નરેશ સાગઠિયા, મનુ જોટવા વગેરેનો સમાવેશ થાય છે.
મંત્રી ચુડાસમાએ પ્રજાજોગમાં જણાવ્યું હતું કે, મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલીદાની આપણને મળેલી આઝાદીનું આપણને ખૂબ જ મહત્વ છે. આજના આ આઝાદીના ઉત્સવ પ્રસંગે મંત્રીએ આઝાદીના લડવૈયાઓને હ્રદયપૂર્વકની શબ્દાંજલિ આપી હતી.
મંત્રીએ ઉપસ્તિ નગરજનોનેનિષ્ઠા, પ્રામાણિકતા, સમરસતા, સ્વચ્છતા, વીજબચત વગેરેના આચરણ કી દેશભક્તિની નવી વિભાવના સપિત કરવા ઉપસ્થિત દેશપ્રેમી નાગરિકોને અનુરોધ કર્યો હતો. ગ્રામ્ય અને શહેરી જનતાના લાર્ભો રાજય સરકારે અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓની તલસ્પર્શી માહિતી મંત્રીએ આ પ્રસંગે રજુ કરી હતી.
આ પ્રસંગે દેશદાઝી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયા હતા, જેમાં એકરંગ સ્કલ, ધોળકિયા સ્કુલ, સેંટ ગાર્ગી સ્કુલ, કાંતા થી વિકાસ ગૃહ, મહાત્મા ગાંધી સ્કુલ વગેરેએ દેશભક્તિસભર વિશિષ્ટ કાર્યક્રમો રજુ કર્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમના વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું હતું. વૃક્ષારોપણ બાદ મંત્રીએ પરેડ વિસર્જનના આદેશો આપ્યા હતા. સ્વાતંત્ર પર્વની આ ઉજવણી અન્વયે દિલધડક અશ્વ શોનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કાશલ્યો રજૂ કરાયા હતા.
દિવ્યાંગ બાળકોની સસ્થા એકરંગ સ્કુલે આ પ્રસંગે દેશભક્તિ સભર અનોખો કાર્યક્રમ રજૂ કર્યો હતો, જે બદલ સાંસદ મોહનભાઇ કુંડારિયાએ સંસદસભ્યની એડહોક ગ્રાંટમાંથી રૂ. બે લાખની ફાળવણી સસ્થળ પર જ કરી આ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
વન વિભાગ દ્વારા આ પ્રસંગે વિના મૂલ્યે રોપા વિતરણ કરાયું હતું. આ પ્રસંગે સંસદસભ્ય મોહનભાઇ કુંડારિયા,ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ,અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠિયા, પોલિસ અધિક્ષક બલરામ મીના, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાની, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી. એમ. પ્રજાપતિ, જિલ્લાના તથા નગરના વરિષ્ઠ નાગરિકો, વિવિધ શાળા છાત્રો, વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ તથા દેશપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહયા હતા.