ગઈ રાતે મનામણાં થઈ ગયાં હશે કે શું? બાના ચહેરા પર કોઈ જાતનો રોષ છે નહિ… સામુનો હરખ દેખાય છે ! રામ જાણેે ! અસ્ત્રીનું મન કળવું એ માલમી માટે ય કઠણ છે!

 

આલણદેનું પ્રસ્થાન

દરબારગઢમાં આજ રોંઢા ટાણે બહારગામથી પાંચસાત મે’માનો આવ્યા હતા . કપૂરચંદ કામદારે બધા મે’માનોનો આદરપૂર્વક સત્કાર કર્યો અને રોંઢા માટે બેસાડ્યા.

રોંઢો કરીને સહુ ડેલીએ આવ્યા … દરબાર પોતાના ભાઈબંધને ત્યાં રોંઢો કરવા ગીયા છે એમ બધા મે’માનોને કામદારે કહ્યું.

અને જ્યારે નાગવાળો વડવાળી વાવથી આવ્યો ત્યારે મે’માનોને જોઈને ભારે હર્ષમાં આવી ગયો . માણકી પરથી નીચે ઊતરીને તે સહુને ભેટ્યો . એક દરબારી માણકીને ઘોડાહારમાં લઈ ગયો.

પછી તો ડાયરો ચગ્યો . બેચાર બંધાણી ઝોલે ચડ્યા હતા તે પણ પડકારા દેવા માંડ્યા. આવેલ મે’માનોના ત્રણ જણ પિતરાઈના ભાયાત હતા … એક ચારણ હતો … બે બીજા દરબારો હતા.

આરતી ટાણે નાગવાળો મે’માનોને લઈને રામમંદિરે દર્શન કરવા ગયો.

બરાબર આ ટાણે થાકીને લોથ થઈ ગયેલો સવલો દરબારગઢમાં  આવ્યો.

કરસને સવલાને જોતાં જ કહ્યું : ‘અલ્યા , આજ ક્યાં મરી ગીયો’તો ? કામદાર કાકાએ ત્રણ વાર તો તારી તપાસ કરાવી’તી …’

‘  હું બાના કામે ગીયોતો … બાપુ ક્યાં પધાર્યા છે ? ’

મેંદરડેથી આપાભાઈ ને માલાભાઈ આવ્યા છે … ઇમની હારે મંદિરે ગીયા છે …’

‘ સારું.હું જરા બા પાસે જઈ આવું … ’ કહી સવલો અંદર ચાલ્યો ગયો.

આજ તો આલણદે સવલાની વાટ જ જોઈ રહી હતી અને મીઠીને ખાસ કહ્યું હતુ કે

સવલો આવે કે તરત મારે ઓરડે મળે …

સવલાને જોતાં જ મીઠીએ તેને આલણદેના ઓરડે મોકલ્યો.

આલણદે એક  ચાકળા પર

આરામથી બેઠી હતી . તેના આસપાસ ગામનાં બેચાર બૈરાઓ પણ બેઠાં હતાં.

સવલાએ ઓરડાના બાર પાસે ઊભા રહી કહ્યું :  ‘મા , નારાયણ !’

” નારાયણ ! ’ કહીને આલાદેએ સવલા સામે જોયું અને કહ્યું, ‘હજી હાલ્યો આવ છ?’

” હા મા … આજ તો પગમાં કાંટારખાનું તળિયું ફાડીને એક શૂળ ગરી ગઈ એટલે મોડું થીયું …”

” સારું કાંટો મોરાણો તો નથી ને ?”

‘ ના . મા . બરાબર ખેંચી લીધો છે …’

” તો નીચે  જા ને મોઠીને કે’કે અથાણાની એક ચીર આપે … ઈ ચીર પગે બાંધી દેજે . હું હમણાં આવું છું.’

‘ લગભગ બે ઘડી પછી આલણદે ગામનાં બૈરાંઓને વિદાય આપીને  નીચે આવી.

સવલો ઓસરીની કોરે પગના પંજે પાટો બાંધીને બેઠો હતો. આલણદેને જોતાં જ ઊભો થઈ ગયો. આલણદે નીચેના ઓરડે ગઈ . સેવલો પણ જરા લંગડાતો લંગડાતો ઓરડામાં ગયો.

સાલણદેએ નજીક આવવાનો ઇશારો કર્યો એટલે સવલો આલણદે સામે બે હાથ દૂર બેસી ગયો. આલણદેએ કહ્યું :  ‘આજ કાંઈ જોવા મળ્યું ?’

‘ હા મા … આજ જેવા તો મળ્યું . પણ ભગવાને નો દેખાડ્યું હોત તો સારું હતું. મારો તો જીવ અધ્ધર થઈ ગીયો છે તે હજીય હેઠો આવતો નથી.’

‘તે શું જોયું?’

‘ મા , મને માફ કરો … મે’થી કાંઈ નહીં બોલાય . મારી જીભના કટકા થઈ જાય ઈ હા .. પણ મારાથી કાંઈ બોલાય નઈં.’

‘તો મોકલ્યો’ તો કોણે ? ’

‘આપે , મા…’

‘ શું કામ મોક્લ્યો તો ? ’

‘નજરે જોઈ લેવા …’

‘ તો પછી જીભના કટકા શેણે થઈ જાય ? બોલ, શું જોયું ?’   મા , નો બોલાવો તો સારું … સાંભળીને આપણા કાળજામાં

આગનો ભડકો થાશે ને ભૂલેચૂકેય આપ મારું નામ આપી દેશો તો દરબાર ઘાણીએ ધાલીને મારું તેલ કઢાવશે …’

‘ પણ મને વાત તો કર્ય, હું કળદેવીની ધરાઇ લઇને કહું છું કે, તારું નામ નઈ દઉં.‘ ‘ આલણની જિજ્ઞાસા તીવ્ર બની ગઈ હતી.

‘મા હું કીયે મોઢે કહું ? પણ ખરી રમત આવતી કાલે થાશે ..’

‘તું વાત નો કર્યા ત્યાં સુધી ખરી ને ખોટી રમત મને સમજાય કેવી રીતે?’

‘ એમાં નાગમદે નામની દેવક્ધયા જેવી રૂપાળી ને નમણી એક કુંવારી દીકરી છે … એની જુવાની મસત છે … એનું રૂપ પણ મસત છે ને એની વાણીમાં તો જાણે મધ ભર્યું છે..એક વાર હું એના નખ લઈ આવ્યોતો .. .બા … ઈ નખ નો’તા પણ હીરાકણી હતી . આ નમણી નાગમદે વડવાળી વાવે રોજ રોંઢાનું ભતવારું લઈને આવે ને દરબાર ને ઈ …’

‘ દરબાર ને ઈ શું ? ’

‘એકબીજાના મોઢામાં બટકાં મૂકે છે ને હિલોળા કરે છે . બા … હું તો આટલું જોઈને ઊભી પૂંછડીએ ભાગ્યોતો …’

‘ ઈ બે જણ સિવાય બીજું કોઈ ત્યાં હોય છે ?’

‘ ના … મા..બીજું તે કુણ હોય … પણ ખરો મજો તો આવતી કાલે છે …’

‘ શું ?’

‘દરબાર ને નાગમદે બેય વાવમાં ખાબકશે ને હિલોળા કરશે…’

‘ તને કેવી રીતે ખબર પડી ?’

‘બેયની વાતું સંભળાણી હતી …’

‘હં …’  કહીને આલણદે ઊભી થઈ …

સવલાએ કહ્યું :  ‘તઈં મા , હું જાઉં ? મેંદરડાના મે’માન આવ્યા છે ને મારો પગ સલવાઈ ગીયો છે ..’

‘ ઘડીક ઊભો રે …’  કહી આલણદેએ મજૂસ ખોલીને દસ કોરી કાઢી અને  સવલાના હાથમાં મૂકતા કહ્યું, ‘લે .. ન કાંટારખા લેજે ને  નવા લૂગડા પણ લેજે. કાલ સવારે મને મળજે…’

‘મળીશ…. પણ બા, મારી એક વાત માનો તો કઉ…’

‘કે.’

‘અથરા થાશો મા… ને મારી વાતની ખાતરીકરવા કાલ તમે જાતે જઈને નજરે જોજો… વાતનો ફંફેરો થાય ઈ બાપુ માટે….’

વચ્ચે જ આલણદેએ કહ્યું ‘તું ચિંતા કર માં… ’

સવલો ચાલ્યો ગયો.

આલણદેના ંહૈયામાં તોફાન શરૂ થઈ ગયું હતુ તેને થયું છેલ્લા ત્રણ ચાર દીથી પડખે સૂઈ રીયે છે પણ અડતાયે નથી કયાંથી અડે? મન ઓલી પરદેશી ૂપશંજખઘડવીફમાશં પરોવાણુ હોયતો કયાંથી મનડું ખીલે? પણ આજ રાતે કડાકો બોલાવી દઉ. ના… કાલ નજરે જોઈને બેયને પકડું, આજ કાંક  બોલીશ તો ભળતી વાત કરીને ફેરવી નાખશે. એના કરતા પુરી ધીરજ રાખીને  કાલ નજરે જોયા પછી જ કડાકો બોલાવવો ! આજ રાતે કાંઈ કે’વું નઈ કે  મનનો કોઈ ભાવ પણ કળવા નો દેવો… નહિ તોબેયને પકડી શકાશે નઈ…ને કાં કોઈ બીજા સ્થળે ભેગા થાશે… ના…ના…ના… બરાબર ધક્ષરજ રાખવી.

આમ વિચારીને આલણદે મનનો રોષ મનમાં શમાવીને રસોડા તરફ ગઈ, કારણ કે મે’માનો આવ્યા હતા ને રસોઈમાં સારૂ એવું કરાવવાનું હતુ. સુખડીને ગાંઠિયાનું  સાક,, દહીની કઢી, બાજરાના રોટલા, ખીચડી વગેરેની સૂચના આપવાની હતી.

આરતી થઈગયા પછી દર્શન કરીને નાગવાળો મહેમાનો સાથે દરબારગઢમા આવ્યો.

રેડીયા-કસુંબા ઘુંટાવા શરૂ  થયા. ડાયરામાં વિવિધ  વાતો થવા માંડી, લંગડાતા સવલાએ હુકકા ભરી ભરીને દેવા માંડયા.

સવલો વારંવાર દરબાર સામે જાહેતો હતો ને નાગવાળાનો નિદોર્ષ ચંહેરો જોઈને એના મનમાં થતું… માળુ ભારે  અચરજ લાગે છે… આંખમાં ને મોઢા પર ઓલિયા જેવી પવિત્રતા રમે છે. શું મેં જોયું ઈ સપનું હશે? ના…ના…ના… સપનું શેનું હોય? તંઈ માળુ આમ કેમ દેખાય.

છે ? ખરેખર , માનવીના પેટની ને ઝાડની પોલની કોઈને સમજણ પડતી નથી.

વાળુટાણું થયું એટલે એક ભાનડી બધાને બોલાવવા આવી.

નાગવાળો તરત જ ઊભો થયો અને બધા મહેમાનોને લઈને ઓસરીએ આવ્યો.

ઓસરીમાં ચારપાંચ દીવડાનો પ્રકાશ ફેલાયેલો હતો . ચાકળા  બાજઠ ગોઠવી રાખ્યા હતા.

બધા જમવા બેસી ગયા. ભાનડિયું સુખડી ને ગાંઠિયાના થાળ લઈ આવી . લસણના મસાલાથી મઘમઘતું શાક આવ્યું . શીખંડ જેવી કઢી આવી.

બધાએ નિરાંતે વાળું કર્યાં … ત્યાર પછી સહુ ડેલીએ ગયા. મે’માનો ભળકડે જાવાના હતા.

નાગવાળાએ સહુને રોકાઈ જવાની ઘણી તાણ કરી પણ બધાને સાઠ ગાઉ છેટે જાવું’તું , ને એક ખાસ કામે પહોંચવું હતું. એટલે વળતાં બે દી રોકાવાનું વચન આપીને નાગવાળાને ધરપત આપી.

દરબારે બધા મે’માનોની પથારી માઢમેડી પર કરાવી. પોતાની પથારી પણ માઢમેડીએ કરવાનું જણાવ્યું.

ડાયરો વિખરાયા પછી સહુ માઢમેડીએ ગયા..સવલો પગચંપી કરવામાં રોકાઈ ગયો. નાગવાળો પત્નીને કહેવા પોતાના ઓરડે ગયો.

આલણદે બધું સંપેટીને ઓરડે આવી ગઈ હતી … દરબારને આવતા જોઈ તેની બેય બાનડિયું ઊઠીને બહાર નીકળી ગઈ.

નાગવાળાએ કહ્યું :  ‘આલણ, આજની રસોઈ પાછળ તારી દેખરેખ મને દેખાણી.’

‘રસોઈમાં કાંઈ કે’વાપણું 2 ઈ ગીયું’તું ?’

‘હા … આંગળાં કરડી ખાવાનું મન થાય એવી કઢી થઈ તી … ને શાક તો આવું કોઈ દી ખાધું નથી …’

‘આલણદેના મનમાં તો અગ્નિ હતો. પણ ચહેરા પર હર્ષ ઊભરાયો. તે બોલી :  ‘સોપારી કાતરું ?’

‘એક કટકો જ દેને … અને આજ હું મે’માનું હાર્યે માઢમેડીએ સૂઈ રે’વાનો છું.’

‘બરાબર કે‘વાય હું તમને ઈ જ કે’વાની હતી . મે’માનતો તો રોકાશે ને?’

‘ ભળકડે જાવાના છે … મેં ઘણો અગ્રહ કર્યો પણ પાછા વળશે ત્યારે બે દી રોકાશે ,  કહી નાગવાળાએ પત્નીના હાથમાંથી સોપારીનો કટકો લઈને મોઢામાં મૂકયો.

આલણદેએ મનની વાતને મનમાં જ દાબી રાખી … અણસારે પણ કળાવા નહોતી દીધી.

થોડી વાર બે વાતો કરીને નાગવાળો મે’માનો પાસે ગયો અને મે’માનું હાર્યે વાતુંમાં ને વાર્તુમાં અડધી રાત વીતી ગઈ …

ભળકડે સહુ વિદાય થયા . નાગવાળાએ વળતાં આવીને બેચાર દી રોકાઈ જવાની યાદી આપી અને બધાને પ્રેમથી વિદાય આપી.

નાગવાળો બધાને વિદાય આપીને પાછો માઢમેડીએ આવ્યો. મનમાં થયું કે નદીએ જાઉં..પણ પંચિયું ઓરડે હતું અને લેવા જાઈશ તો આલણદે જાગી જશે … આમ વિચારીને તે હાથમાં માળા લઈને ફેરવવા માંડ્યો.

પણ આલણદેને ઊંઘ નહોતી આવી … આવતી કાલે કેવી રીતે વડવાળી વાવે જાવું એ વિચાર એને આવતા હતા . વહેલાં જાવું કે પાછળથી જાવું એ કેમેય નક્કી થતું નો’તું … વહેલાં જઈને કદાચ કોઈ વાંહે આવેલા જોઈ જાય તો જે જોવાનું છે ઈ જોવાનો મોકો મળે નહિ. ને વાંસે ગયા પછી ટાણે નોં પોંચાય તો પણ ભારે થાય ને જે જાણવા જાવું છે ઈ જાણી શકાય નઈં.

ગામમાં રામભાઈની મા રીયે છે … વારંવાર એક વાર આવવાનો આગ્રહ પણ કરી જાય છે..દરબારે પણ રામભાઈને ત્યાં એક વાર જવાનું બે ત્રણ વાર સંભાર્યું હતું … ઈ બાનું સારું છે … મીઠીને લઈને રામભાઈને ત્યાં જાવું અને ત્યાં થોડી વાર બેસીને વડવાળી વાવ તરફ ઊપડવું . વેલડાને મારગમાં આવતી એક વાડીએ છોડવું ને ત્યાંથી ચાલીને વહેલા પહોંચી જવું . સવલાને પણ ભેગો લેવો … ના … ઈ વાયલને હાર્યે લેવો ઠીક નથી . કોક સાથે હોય તો જ કામ આવે ! કોઈની જરૂર નથી … વાડીએથી જ વેલડું હાંકનારને પૂછી લેવાશે.

આમ નમાં નકકી કર્યો કર્યા પછી તે પાછલી રાતે નિરાંતે સૂઈ ગઈ .

દીે ઊગે નાગવાાળો ઓરડે ગામોં . આલણકે થોડી વાર પહેલાં જ ઢોલીએથી  નીચે ઊતરી હતી અને વાડે જઈને દાતણ લઈને બેઠી હતી . દરબારનેે જોતા જ તે બોલી:

‘ ખોટું નો લગાડો તો એક વાત કઉં.’

‘કે’ને…’

‘તમે રજા આપો તો આજ રામભા,ને ધરરે જઈ આવું.’

‘ એમાં ખોટું શેનું લાગે ? તું જા તો રામભાઈની માને ભારે રૂડું લાગશે … મેં તો તને બેચાર વાર કહેલું .’

‘પરમ દી રામભાઈની મા આવ્યા તાં ને સમસગરાં દઈ ગયા…’

‘તું ખુશોથી જાજે કે’ તો હુંય ભેગો આવે…’

” તો તો મને શરમ આવે….’

” તો હું રાતે જઈ આવોશ.’ કહી પંચિયું લઈને નાગપાળો સ્નાનપૂજા માટે બહાર નીકળી ગયો.

સવલોે પણ બાને મળવા આવી પહોંચ્યો હતો … દરબાર નહાવા ગયા એટલે તેને પણ સાથે જવું પડ્યું…

અને દરબારે નાહી પરવારો શિરામણ કરીને ડાયરે આવ્યા ત્યારે સવલો આલણદે ે પાસે પહોંચી ગયો . આલણદેએ કહ્યું :  શિરામણ કર્યું ?’

‘હા .. મા મને શું હકમ છ’

‘ અત્યારે કાંઈ નઈ …. સાજે તને બોલાવીશ.’

‘તઈ ડાયરે પા’ેચું’

‘ હા … પણ આજ વાવે જઈશ નઈ…’

” ભલે મા …’  કહીને સવલો વિદાય થયો . એના મનમાં થયું કે ગઈ રાતે મનામણાં થઈ ગયાં હશે કે શું ? બાના ચહેરા પર કોઈ જાતનો રોષ છે નહિ … સામુનો હરખ દેખાય છે ! રામ જાણેે ! અસ્ત્રીનું મન કળવું એ માલમી માટે ય કઠણ છે !

અને થોડી વાર પછી એક વેલડું ડેલીએથી બહાર નીકળ્યું . વેલડું માફાવાળું હતું . એટલે અંદર કોણ બેઠું હશે ઈ કળી શકાતું નહોતું . પણ નાગવાળો સમજી ગયો હતો કે ઘરવાળી રામભાઈની મા પાસે છે ! નાગવાળાના મનમાં આલણદેના આ વર્તનથી ત્યારે આનંદ થયો.

આલણદે ને મીઠી રામભાઈને ઘેર પહોંચ્યાં એટલે રામભાઈની મા તો ભારે આનંદમાં આવી ગયાં … તેમણે ઘણા જ ઉમળકાથી આદર આપ્યો.

અને જેતપુરમાં કામ આવેલા રામભાઈની વાતો નીકળી ..

નાગવાળાની ને રામભાઈની ભાઈબંધની વાતો નીકળી … પેંડા ગાંઠિયાનો થાળ આવ્યો … આલણદેએ માનું વેણ રાખીને થોડું વાપર્યું … ત્યાર પછી વાડીએ જાવાનું ટાણું થયું એટલે આલણદેએ વિદાય માગી … રામભાઈની માએ રોંઢો કરીને જાવાનો ઘણો આગ્રહ કર્યો પણ આલણદેએ ફરી કોઈ વાર સવારથી સાંજ સુધી રોકાવાનું વચન આપ્યું અને મીઠીએ વેલડાના હાંકનારને કહ્યું :  ‘વડવાળી વાવ જોઈ છે ને ?’

‘હા…’

‘ મારગમાં એક વાડી આવે છે ને ?’

‘હા…’

‘તો ઈ વાડીએ જાવું છે … વેલડું ઈ તરફ લઈ લે’   મીઠીએ કહ્યું . અને વેલડું ગામ બહાર નીકળીને વાડીના મારગે ચડ્યું .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.