વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટના બીજા દિવસે ભારતે વિશાળ સ્કોર ખડો કરી 649/9 રને ઇનિંગ ડિક્લેર કરી. રવીન્દ્ર જાડેજાએ સદી પૂરી કરતાં જ ડ્રેસિંગ રૂમમાંથી કેપ્ટન કોહલીએ ઇનિંગ ડિક્લેર કરવાની જાહેરાત કરી. ટેસ્ટ ડેબ્યૂ કરનારો પૃથ્વી શો તથા કેપ્ટન વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાની સેન્ચૂરીની મદદથી ભારતે આ સ્કોર ખડો કર્યો. ભારતે 9 વિકેટ ગુમાવીને 149.5 ઓવરમાં 649 રન નોંધાવ્યા. ભારતના વિશાળ સ્કોરનો પીછો કરતી વેસ્ટ ઇન્ડિઝની શરૂઆત ખરાબ થઈ છે. વિન્ડિઝે 74 રનમાં જ 6 વિકેટ ગુમાવી દીધી. બીજા દિવસની રમત પૂરી થઈ તે વખતે વેસ્ટ ઈન્ડિઝે 6 વિકેટ ગુમાવીને 94 રન કર્યા છે. ભારતને હજુ 555 રનની લીડ છે.
India- West Indies 1st Test-Day 2: West Indies 94/6 at stumps, trail India by 555 runs pic.twitter.com/MrdUSbYG9f
— ANI (@ANI) October 5, 2018