ભારત-વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે બે ટેસ્ટની સિરીઝની પહેલી ટેસ્ટ રાજકોટમાં રમાઈ રહી છે. પૃથ્વી શોએ પોતાની પહેલી ટેસ્ટમાં જ હાફ સેન્ચૂરી ફટકારી ભારતીય ટીમમાં પ્રબળ દાવેદારી રજૂ કરી દીધી છે. પૃથ્વી શૉ અને ચેતેશ્વર પૂજારા હાલ ક્રીઝ પર છે.પૂજારાએ પણ હાફ સેન્ચૂરી ફટકારી છે.અગાઉ ભારતે ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે શરૂઆતમાં જ એક વિકેટ ગુમાવી હતી. લોકેશ રાહુલ 0 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતે 22 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 112 રન કર્યા છે. આ સિરીઝને ભારતીય ટીમ નવેમ્બર-ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારી સિરીઝની તૈયારી તરીકે લઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝનો નિયમિત કેપ્ટન જેસન હોલ્ડરના એન્કલમાં ઈજા થઈ છે. તે કારણે વિન્ડીઝનું સુકાન કાર્લોસ બ્રેથવેટને સોંપવામાં આવ્યું છે.
આ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા નવી ઓપનિંગ જોડી સાથે રમશે. કેએલ રાહુલની સાથે પૃથ્વી શો ઇનિંગની શરૂઆત કરશે. પૃથ્વી દેશનો 293મો ટેસ્ટ ક્રિકેટર બન્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ તેને ટેસ્ટ કેપ આપી.