અંગત કારણોસર ચોથી ટેસ્ટમાં આરામ આપવાની બુમરાહની માગણીનો બીસીસીઆઈએ ર્ક્યો સ્વીકાર
ઈંગ્લેન્ડ સામે આગામી ૪ માર્ચથી અમદાવાદ ખાતે શ થઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર જસ્પ્રીત બુમરાહના યોરકર જોવા મળશે નહીં. અંગત કારણોસ ચોથી ટેસ્ટમાં આરામ આપવાની બુમરાહની માંગણીનો બીસીસીઆઈ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. બુમરાહના સ્થાને અન્ય કોઈ ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો નથી.બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે આજે બપોરે કરેલી જાહેરાતમાં જણાવ્યું હતું કે, ભારતીય ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જસ્પ્રીત બુમરાહે બીસીસીઆઈ સમક્ષ એવી અરજ કરી હતી કે ચાર માર્ચથી અમદાવાદ ખાતે શ થઈ રહેલી ચોથી ટેસ્ટમાં તેને આરામ આપવામાં આવે જેનો બીસીસીઆઈ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે અને બુમરાહના સ્થાને ટીમમાં અન્ય કોઈ ખેલાડીનો સમાવેશ કરાયો નથી. તેઓએ ઉમેર્યું હતું કે, અમદાવાદ ખાતે રમાનારી ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમમાં બુમરાહના યોર્કર ક્રિકેટપ્રેમીઓને જોવા મળશે નહીં. ટીમમાં કેપ્ટન વિરાટ કોહલ, રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગીલ, ચેતેશ્ર્વર પૂજારા, અંજીક્ય રહાણે, કે.એલ.રાહુલ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, રીધીમાન સહા, આર.અશ્ર્વિન, કુલદિપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઈશાંત શર્મા, મહમદ શ્રીરાજ, ઉમેશ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ ખાતે ચોથી ટેસ્ટ પૂર્ણ થયા બાદ ૧૨મી ર્ચાથી પાંચ ટી-૨૦નો પ્રારંભ થશે અને તમામ પાંચેય ટી-૨૦ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.