ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં ભારત 31 રનથી હારી ગયું. ઈંગ્લેન્ડે બીજી ઇનિંગ્સમાં ભારતને જીત માટે 194 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત 162 રને ઓલઆઉટ થઈ ગયું. કેપ્ટન વિરાટ કોહલી 51 રન બનાવીને આઉટ થયો. ઇંગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોકસે  બીજી ઇનિંગ્સમાં 4 વિકેટ ઝડપી.


આ પહેલા ઇંગ્લેન્ડની ટીમ 53 ઓવરમાં 180 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડી બીજી ઇનિંગમાં ઇંશાત શર્માએ એક ઓવરમાં 3 વિકેટ લીધી હતી. ત્રીજા દિવસની રમતમાં લંચ પહેલા 31મી ઓવરમાં ઇંશાતે બીજા બોલ પર બેયરસ્ટો, ચોથા બોલ પર બેન સ્ટોક્સને આઉટ કર્યા હતા.

જ્યારે લંચ પછીની ઓવરના છેલ્લા બોલ પર ઇશાંતે બટલરની વિકેટ ઝડપી પાડી હતી. ઇશાંત શર્મા એજબસ્ટનના આ મેદાનમાં એક ઇનિંગમાં 5 કે તેનાથી વધારે વિકેટ લેનાર ત્રીજો ભારતીય ખેલાડી છે. આ પહેલા કપિલ દેવ (1979માં 5/146) અને ચેતન શર્મા (1986માં 6/58) આ સિદ્ધિ હાંસલ કરી ચુક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.