પહેલી ટી-20 જીતીને ઓસ્ટ્રેલિયા ત્રણ મેચની સીરીઝમાં 1-0થી આગળ
ભારત ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેલબોર્નમાં આજે બીજી ટી-20 મેચ ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયા 6 વિકેટના નુકસાને 14 ઓવરમાં 83 રન કર્યાં છે. આ પહેલાં ભારતે ટોસ જીતી ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. યજમાન ટીમની શરૂઆત સારી ન રહેતાં કાંગારુઓનો કેપ્ટન ફિંચ 0 રને આઉટ થયો હતો. ફિંચ ભૂવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો. તો લીન પણ 13 રને ખલીલ અહેમદની ઓવરમાં આઉટ થયો છે.
ખલીલ અહેમદને બીજી સફળતા મળતાં શોર્ટને 14 રને ક્લીન બોલ્ડ કર્યો હતો. તો બુમરાહે પણ પોતાની વિકેટ લેતાં સ્ટોઈનિસને માત્ર 4 રનમાં કાર્તિકના હાથે કેચ આઉટ કરાવ્યો. મેક્સવેલ પણ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. મેક્સવેલ 19 રનમાં પંડ્યાનો શિકાર બન્યો હતો. એલેક્સ કારે પણ 4 રને કુલદીપ યાદવના હાથે આઉટ થયો. વિરાટ બ્રિગેડ યજમાન ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝ બરાબર કરવાના ઈરાદે ઉતરશે. બ્રિસબેનમાં રમાયેલી પહેલી ટી-20માં ભારત 4 રન હાર્યું હતું.