- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5મી ટેસ્ટ મેચ
- સિડની ટેસ્ટમાં નહીં રમે રોહિત શર્મા, તેની જગ્યાએ જશપ્રીત બુમરાહને બનાવાયો કેપ્ટન
- ઈજાગ્રસ્ત બોલર આકાશદિપની જગાએ પ્રસિદ્ધ કૃષ્ણાને મળી તક
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) ની છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં યોજાવાની છે. ત્યારે સિડનીમાં યોજાનારી આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 5 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ 4:30 વાગ્યે યોજાશે. પરંતુ ભારતીય ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં રમી શકશે નહીં. તેની જગ્યાએ જસપ્રીત બુમરાહ કેપ્ટન બનાવાયો છે.
ફિલ્ડિંગ પ્રેક્ટિસની તસવીરોમાં શું છુપાયેલું છે?
સિડનીમાં ટેસ્ટ મેચના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાએ ફિલ્ડિંગ પ્રેક્ટિસ કરી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ફિલ્ડિંગ પ્રેક્ટિસની તે તસવીરોમાંથી રોહિત શર્મા ન હતો. ત્યારે રોહિત સામાન્ય રીતે સ્લિપમાં મેદાનમાં ઉતરે છે. પરંતુ, સિડની ટેસ્ટ પહેલા, જ્યારે અન્ય ખેલાડીઓ પોતપોતાની જગ્યાએ ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા, ત્યારે રોહિત શર્મા જોવા મળ્યો ન હતો. તેની જગ્યાએ જશપ્રીત બુમરાહને કેપ્ટન બનાવાયો છે.
રોહિત શર્મા સિડની ટેસ્ટ નહીં રમે?
ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૌતમ ગંભીરને રોહિત શર્માની ગેરહાજરી અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં મુખ્ય કોચે કહ્યું હતું કે, “રોહિત શર્મા સાથે બધુ બરાબર છે. મુખ્ય કોચ તમારી સામે છે, તમારે તેમનાથી સંતુષ્ટ થવું જોઈએ. અમે આવતીકાલે ફરી એકવાર પીચનું નિરીક્ષણ કરીશું અને પછી જ અમે પ્લેઇંગ ઇલેવન અંગે નિર્ણય લઈશું.
આ બધા પછી જ્યારે કોન્ફરન્સમાં રોહિત શર્મા વિશે ફરીથી પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું તે સિડની ટેસ્ટ રમશે કે નહીં. આના પર કોચ ગંભીરે જવાબ આપ્યો અને કહ્યું, “મેં પહેલેથી જ કહ્યું છે કે અમે આવતીકાલે પિચનું પરીક્ષણ કરીશું અને પછી જ અમે પ્લેઇંગ ઇલેવન અંગે નિર્ણય આપીશું.
આકાશદીપ ટેસ્ટમાંથી બહાર
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે જાહેરાત કરી કે પીઠના દુખાવાની સમસ્યાને કારણે આકાશદીપ સિડની ટેસ્ટમાં નહીં રમે. આકાશદીપે ઘણી સારી બોલિંગ કરી હતી પરંતુ અત્યાર સુધી તે 2 મેચમાં માત્ર 5 વિકેટ જ લઈ શક્યો છે. કોચ ગંભીરે આકાશદીપ વિશે કહ્યું, “પીઠની સમસ્યાને કારણે આકાશદીપ છેલ્લી ટેસ્ટમાંથી બહાર રહેશે.
ઓસ્ટ્રેલિયા સામે શુક્રવારથી શરૂ થઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરે કહ્યું, ‘કોચ અને ખેલાડી વચ્ચેની ચર્ચા માત્ર ડ્રેસિંગ રૂમમાં જ રહેવી જોઈએ. કઠોર શબ્દો. આ માત્ર અહેવાલો છે, સત્ય નથી.’ તેણે કહ્યું, ‘જ્યાં સુધી ઈમાનદાર લોકો ડ્રેસિંગ રૂમમાં છે, ત્યાં સુધી ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથમાં છે. માત્ર એક જ વસ્તુ તમને ડ્રેસિંગ રૂમમાં રાખી શકે છે અને તે છે પ્રદર્શન. વસ્તુઓ પ્રામાણિકપણે કહેવામાં આવી હતી અને પ્રામાણિકતા મહત્વપૂર્ણ છે.’ ગંભીરે પણ પુષ્ટિ કરી હતી કે ઝડપી બોલર આકાશ દીપ પીઠની જડતાને કારણે છેલ્લી ટેસ્ટ નહીં રમે, જોકે તેણે વિકલ્પ જાહેર કર્યો ન હતો.