India અને સાઉથ આફ્રિકાની ટીમ આજે સુપર સપોર્ટ પાર્ક પર ટકરાશે અને બંને ટીમ જીતના ઈરાદા સાથે ઉતરશે. ભારતે પ્રથમ મેચ જીત ૧-૦ ની લીડ બનાવી લીધી છે. ભારતનો પ્રયત્ન હવે પોતની લીડને આગળ વધારવા પર રહેશે. જ્યારે યજમાન ટીમનો પ્રત્યન બરાબરી કરવા પર રહેશે.
સીરીઝ અગાઉ જ એબી ડી વિલિયર્સ ઈજાગ્રસ્ત હોવાથી બહાર થઈ ગયા હતા અને હવે ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ સંપૂર્ણ સીરીઝથી બહાર થવાના કારણે મુશ્કેલી વધી ગઈ છે. તેમના સ્થાને બે મેચનો અનુભવ રાખનાર માર્કરામને ટીમની કેપ્ટનશીપ છોપવા આવી છે.
ફાફ ડુ પ્લેસિસના સ્થાને ફરહાન બેહરાદિન અને એબી ડી વિલીયર્સના સ્થાને હેઇનરિક ક્લાસેનને ટીમમાં જગ્યા મળી છે. પ્રથમ મેચમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ વનડેમાં પોતાની ૩૩ મી સદી ફટકારી હતી અને તેમનો સાથ રહાણે સારો આપ્યો છે. આ બંનેના સિવાય કુલદીપ યાદવ અને યુજ્વેન્દ્ર ચહલે યજમાનને ૫૦ ઓવરમાં ૨૬૯ રન પર રોક્યું હતું.
પ્રથમ મેચમાં ભારતના ટોપ ક્રમે સારી બેટિંગ કરી હતી. તેમનાથી એક વખત સારા પ્રદર્શન આશા હશે. જયારે બોલિંગમાં કુલદીપ અને ચહલે સારી બોલિંગ કરી હતી જયારે ભુવનેશ્વર અને જસપ્રીત બુમરાહે પણ શાનદાર બોલિંગ પરચો આપ્યો હતો.
જ્યારે, સાઉથ આફ્રિકામાં બેટિંગનો ભાર હાશિમ આમલા, ડયુમિની, ડેવિડ મિલર અને કિવન્ટન ડી કોક પર હશે. બોલિંગમાં મોર્કલ, રબાડાની બોલિંગ પર ભાર રહેશે. ટીમ સંકટમાં છે એવામાં ક્રિસ મોરીસ અને ફેહુલક્વાયોને પણ મહત્વની ભૂમિકા નિભાવી પડશે.
ભારતીય ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, રહાણે, શ્રેયસ આયર, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા, યુઝ્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ , મોહમ્મદ શમી, શાર્દુલ થકુર
સાઉથ આફ્રિકા: એડિન માર્કરમ (કેપ્ટન), હાશિમ અમલા, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ડયુમિની, ફરહાન બેહરાદિન, ઇમરાન તાહિર, હેઈનરિક ક્લાસેન, ડેવિડ મિલર, મોર્કલ, ક્રિસ મોરિસ, લુંગી નગીડી, ફેહુલકવાયો, રબાડા, તબરેજ શમ્સી, જોન્ડો.