વર્લ્ડકપની 28મી મેચમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતે ભારતે અફઘાનિસ્તાનને મેચ જીતવા 225 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત માટે વિરાટ કોહલીએ સર્વાધિક રન ફટકારતાં 67 રનની ઇનિંગ્સ રમી હતી.
કોહલીના આ ટૂર્નામેન્ટમાં આ સતત ત્રીજી અને વનડે કરિયરની 52મી ફિફટી હતી. તેના સિવાય કેદાર જાધવે પણ 52 રનનું યોગદાન આપ્યું હતું. નોંધ કરવા જેવી વાત એ છે કે ભારતની 8માંથી 5 વિકેટ અફઘાનિસ્તાનના સ્પિનર્સે લીધી હતી.
આ મેચ પહેલાં ભારતે સ્પિનર સામે એક પણ વિકેટ ગુમાવી ન હતી. અફઘાનિસ્તાન માટે મોહમ્મદ નાબી અને ગુલબદીન નાઇબે 2-2 વિકેટ, જયારે મુજિબ ઉર રહેમાન, રાશિદ ખાન, આફતાબ આલમ અને રહેમત શાહે 1-1 વિકેટ લીધી હતી.