ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે  આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવેલ ગામો માં ત્રણ શંકાસ્પદ
કેસ સ્વાઈન ફુલના જેવા મળેલ જેનાં હિસાબે બોટાદ જીલ્લા આરોગ્ય અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી બોટાદ જીલ્લા પંચાયત ઉ પ્રમુખ હિંમતભાઇ કટારીયા રણછોડ ભાઇ સિંધવ સહિત આગેવાનો અધિકારીઓ જહેમત ઉઠાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢસા નીચે આવેલ ગામોમાં જેમાં ખાસ કરીને સ્વાઈન ફુલ જે વિસ્તારમાં થયાં તે વિસ્તારમાં જયને આરોગ્ય ટીમ દ્વારા જેમાં દર્દી ના પરિવાર આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને ગામ માં સર્વેલન્સ કરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ અને ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં હાલ આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર હોવાં છતાં સ્ટાફ ની તંગી વચ્ચે રોગ અટકાયતી પગલાં લેવામાં આવ્યાં હતાં
આ કામગીરીની સમીક્ષા ડી.ડી.ઓ આશિષ કુમાર બોટાદ જી.પંચાયત   ઉ.પ્રમુખ હિંમતભાઇ કટારીયા બોટાદ આરોગ્ય સમિતિ ચેરમેન રણછોડ ભાઇ સિંધવ સહિત આગેવાનો અધિકારીઓ  દ્વારા કામગીરી કરાઈ હતીં….

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.