હાલની લઘુત્તમ વેતન મર્યાદા દર માસે રૂા. ૩,૫૦૦ થી વધારીને ૩૫,૦૦૦ કરીને વધારેમાં વધારે શ્રમિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ અપાશે
આગામી બીજી જુલાઈથી પ્રારંભ થઈ રહેલા બજેટ સત્રમાં રાજયની રૂપાણી સરકારે લઘુતમ વેતન ધારાના કાયદામાં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. ડબલ્યુ પી.આઈ. નીચે જાય તો લઘુત્તમ વેતન ઘટાડવાના કલમને જૂના કાયદામાં દૂર કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. ઉપરાંત રાજય સરકારે ગુજરાત મજૂર કલ્યાણ બોર્ડ અધિનિયમમાં પણ માસિક પગારની મર્યાદા વધારવા માટે નોંધપાત્ર સુધારો કરવાની યોજના બનાવી છે. જેથી મોટા પ્રમાણમાં શ્રમિકોને સરકારની વિવિધ કલ્યાણ યોજના હેઠળ આવરી શકાય. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર ડબલ્યુ પીઆઈ ઘટતા લઘુત્તમ વેતનમાં ઘટાડો કરવાની હાલની કાયદાકીય જોગવાઈના લીધે સરકારને છેલ્લા પાંચ વર્ષમાં લઘુતમ વેતનમાં બે વખત ઘટાડો કરવો પડયો હતો જેના કારણે સરકારની ભારે ટીકા થઈ હતી જેથી વિશાળ શ્રમિકવર્ગન હિતને ધ્યાનમા લઈનો આ કલમ દૂર કરવાનો નિર્ણય કર્યો છે. સરકાર નવા કાયદાની દરખાસ્તમાં લઘુતમ વેતનમાં ઘટાડો કરશે નહી તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. સૂચિત લઘુતમ વેતન દર અને અસ્તિત્વ દરમા જે વધારો હશે તેને સરકાર સ્વીકાર કરશે તેમ સુત્રોએ ઉમેયુર્ં હતુ.
રાજય સરકાર ગુજરાત શ્રમ કલ્યાણ બોર્ડ અધિનિયમમાં પણ સુધારો કરવા માંગે છે. હાલમાં જે શ્રમિકો દર મહિને ૩,૫૦૦ રૂપીયા કમાતા હોય તે જ ફકત બોર્ડની વિવિધ યોજનાનો લાભ લઈ ટપકે છે. તેમાં વેતન મર્યાદા વધારીને દર માસે ૩૫,૦૦૦ રૂા. કરવાનો સરકાર આ દરખાસ્તમાં નિર્ણય કર્યો છે. ઉપરાંત આમ દર મહિને શ્રમિકોનું યોગદાન રૂા.૬ હતુ તેમાં સરકાર વધારો કરીને દર મહિને રૂા.૬૦ કરવાની દરખાસ્ત કરવાનું નકકી કર્યું છે. નોકરી દાતાઓ આર્થિક યોગદાન પણ વધારવાનં આયોજન કરાયું છે. હાલમાં રાજયમાં ૨૬ લાખ નોંધાયેલા શ્રમિકો છે. જેમાં વેતન મર્યાદા વધારીને ૩૫ હજાર રૂા કરવાથી તેમાં નોંધપાત્ર મોટી સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.