- ભુજ લેઉવા પટેલ સમાજની વિદ્યાર્થીનીઓએ શ્રીનગર, પહેલગામ, અનંતનાગ બારામુલામાં જઇ જનજીવનની ‘નાડ’ પારખી
- જમ્મુ કાશ્મીરમાં કાયમી શાંતિ અને વિકાસ સાથે તમામ સમસ્યાના ઉકેલ માટે શું કરવું જોઇએ? ભુજ લેઉવા પટેલ સમાજના વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી નિષ્ણાંતોના મંતવ્યો લીધા હતા જેમાં કાશ્મીરની તમામ સમસ્યાના ઉકેલ માટે ઘાટીમાં હિન્દુ વસ્તી વધારવી અનિવાર્ય ગણાવાય હતી.
- ભુજની શાળાએ શ્રીનગર, પહેલગાવ, અનંતનાગ, બારામુલા જેવા આતંકગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અભ્યાસ કરેલ,
કચ્છી લેવા પટેલ સમાજ ભુજની માતૃશ્રી રતનબેન દેવજી કુમાર વિદ્યાલયના 82 છાત્રો, કચ્છી લેવા પટેલ ક્ધયા વિદ્યા મંદિરની 63 દીકરીઓએ કરેલા અભ્યાસ તારણમાં કાશ્મીરના લોકોની વાત અને રાજ્યની સ્થિતિ ઉજાગર કરાઇ હતી. ઠેર ઠેર સીઆરપીએફના તૈનાત જવાનો, લશ્કરના વાહનોના કાફલા શેષ ભારતના લોકો પ્રત્યે દ્વિતીય સ્તરના નાગરિક હોય એવું વર્તન શા માટે કરાય છે ? જેના જવાબમાં ગ્રામ્ય કાશ્મીરીઓનું કહેવું છે કે અમે અમારા પ્રદેશમાં કોઈને કાયમી વસવાટ કરવા દેવાના નથી. અહીંના અમુક હિંદુઓ પણ 370 મી કલમ પાછી લાવવામાં સહમત એટલે છે કે ધંધા રોજગાર ઉદ્યોગમાં જાહેર સ્પર્ધાનો સામનો ન કરવો પડે, જ્યારે ભારતમાં જ્યા હિન્દુ બહુમતીમાં છે ત્યાં એકપણ લઘુમતીને પ્રદેશ છોડવા મજબૂર કરાતા નથી.સ્થાનિક પ્રવાસનમાં ભારતીયોની લક્ષ્મી જોઈએ છે ભારતીયો નથી જોઈતા એવું તારણ પણ છાત્રોએ ડ્રાઇવરના વર્તન વ્યવહાર પરથી તારવ્યું હતું. વધુમાં વધુ ધન દોહન કરવાનો પ્રયાસ થાય છે એવા અનુભવો પ્રવાસીઓએ રજૂ કર્યા હતા. સ્થાનિક યુવાનો સેનાથી નફરત કરે છે અલબત્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરનો વિકાસ કરી રહ્યા છે શ્રીનગરને લેહ સાથે જોડતો હાઈવે વિકાસમાં સામેલ છે. પાકિસ્તાન સાથે એટલે નથી જવું કે ત્યાં વિકાસ નથી અને ભારત સાથે એટલે નથી રહેવું કે તે ઇસ્લામિક દેશ નથી. કાશ્મીરીઓ સ્વતંત્ર રીતે ભારત સાથે નામથી જોડાયેલા રહેવા માંગે છે વિકાસ હિન્દુસ્તાનીઓના રૂપિયાથી થાય પણ પોતાને અલગ અધિકાર મળે કાશ્મીરમાં બહારથી કોઈ આવે જ નહિ તે માટે જમીનો વેચાતી ન આપવા પણ સ્થાનિકોએ નક્કી કરેલ છે. હાલ બનતા બનાવો માટે પણ કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવે છે. અનંતનાગ, પહેલગાવ, પુલવામા,બારામુલા,જમ્મુ કટરા જેવાં સ્થળોએ આ અભ્યાસ કરાયો હતો. જેમાં વિવિધ લોકો સાથે વાતચીત કરાઈ હતી. હાલ તૈનાત સેનામાં સ્થાનિક યુવાઓની ભરતી કરાઈ છે. છેલ્લા 75 વર્ષથી અઢળક ખર્ચ,સહાય અને અધિકારોની આદત છોડવી કાશ્મીરીઓને અઘરી પડી રહી છે. આ સ્થિતિ સુધારવા જમ્મુના હિંદુઓ કે પંજાબના શીખ સહિત અનુકૂળ લોકોને મોટી સંખ્યામાં કાશ્મીરમાં વસવાટ કરાવવાથી સમસ્યા મૂળમાંથી જઈ શકે એવી વાત છાત્ર છાત્રાઓએ તારવી હતી. આ મુલાકાતમાં ટ્રસ્ટી વસંત પટેલ, ગોપાલ વેકરીયા, મનજી વરસાણી, રામજી સેંઘાણી, હંસા હરસીયાણી, લક્ષ્મણ રાઘવાણી, આચાર્યો કોમલ ઠક્કર(કુમાર), હેતલ ભૂડીયા (ક્ધયા), ગૃહપતિ ભરત જોશી, વ્યવસ્થાપક સચિનભાઈ વાગડીયા, પ્રીતિબેન રાઠોડ, મનિષા ભુડિયા, અંકિતા રાઠોડ,વનિતા વેકરીયા, પ્રતિબેન જોશી,મીનાક્ષીબેન ભુવા, પ્રીયાંશી પઢારિયા, નિશા મેપાણી,ક્રિષ્ના વાગડીયા સહિતના જોડાયા હતા.