રાજયનાં ૨૦ જિલ્લાનાં કૃષિ ઉદ્યોગને બુસ્ટર ડોઝ અપાવવા એગ ટેક કંપની સજજ

ભારત કૃષિ પ્રધાન દેશ છે. અને અર્થતંત્ર ખેતી પર નિર્ધારીત છે ત્યારે નાના ખેડુતોની સિંચાઈની અગવડતાને કારણે તેઓ વરસાદ પર નિર્ધારીત રહેતા હોય છે. માટે ભારતીય કૃષિ ઉદ્યોગમાં ટેકનોલોજી લાવવી ખૂબજ જરૂરી છે, તેથી ખેડુતોના પાકની ગુણવતા અને ઉત્પાદકતા વધારી શકાય માટે કર્ણાટક સરકારના એગ્રીકલ્ચર વિભાગે બેંગ્લોરની એગટેક કંપની ક્રોપલીન ટેકનોલોજી સોલ્યુશન સાથે કૃષિ ક્ષેત્રે વિકાસ માટેના કરારો કર્યા છે.

સામાજીક આર્થિક વૃધ્ધિ માટે કર્ણાટકના કુલ ૩૦માંથી ૨૦ જિલ્લામાં કૃષિમાં ટેકનો ક્રાંતી લાવવામાં આવશે.

આ પ્રોજેકટનો લાભ ૪.૧૫ લાખ ખેડુતોને મળશે ૩.૪ લાખ એકરની જમીનમાં રાજયના વિવિધ જિલ્લાઓમા પાયલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે.

Cropin Company Logoભારતીય ખેતી ઉદ્યોગ માટે કર્ણાટકનો પણ ઉલ્લેખનીય સિંહ ફાળો રહ્યો હતો. પરંતુ વાતાવરણમાં ફેરફારો આવતા ખેડુતોની માઠી દશા થઈ હતી માટે સરકાર ક્રોપલીન સાથે મળીને ખેડુતોની સમસ્યાઓને દૂર કરવા ટેકનોલોજીનો સહારો લેશે સરકારને આશા છે કે ખેડુતોને તેની મહેનતનું પૂરતુ વળતર મળી રહેશે.

કોપલીનના સીઈઓ ક્રિશ્ર્નાકુમાર જણાવે છેકેએગટેક સ્ટાર્ટઅપ તરીકે ખેડુતોના હક અમારી જવાબદારી છે.કર્ણાટક સરકાર સાથેની ભાગીદારીની તકથી અમે એગ્રીકલ્ચર અંગે ખેડુતોને વધુ શિક્ષીત બનાવવા માંગીએ છીએ. આશા છે કે અમે પરિવર્તન લાવી શકશું અને તે કૃષિ ઉદ્યોગ માટે લાભદાયક રહેશે.

ક્રોપલીન એગ ટેક કંપની ખેતીવાડી ઉદ્યોગ, બીયારણ ઉત્પાદન, બેંક, વિમા, અને એગ્રી ઈન્પુટ જેવી કંપનીઓ સાથે કામ કરે છે. આ કંપની ૨૦ દેશો સાથે સંકળાયેલી છે. તેઓ વિશ્ર્વભરમાં ૩૫૦૦ વિશિષ્ઠ વેરાયટીના ખેતી ઉત્પાદનની મોનોપોલી ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.