આજે વિશ્વ રોગી સુરક્ષા દિવસ-૨૦૨૦
મેડિકલ સ્ટાફ સુરક્ષાને મહત્વ અને રોગી સુરક્ષા સાથેના સંબંધોને વૈશ્વિક સ્તરે જાગૃતા લાવવા સૌનો પ્રયાસ જરૂરી
આજે ૧૭ સપ્ટેમ્બર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને તેનો વૈશ્વિકક પાર્ટનર દેશો “વિશ્વ રોગી દિવસની ઉજવણી કરી રહ્યાં છે. આ દિવસની સ્થાપના ૨૦૧૯ના મે માસમાં મળેલ વિશ્વ સ્વાસ્થ્ય સભા દ્વારા નિયત કરીને દર વર્ષે ઉજવાય છે. આ દિવસ દર્દીઓની સુરક્ષા માટે વૈશ્વિક શિખર સંમેલનોના ભાગરૂપે ઉજવાય છે જે લંડનમાં ૨૦૧૬માં શરૂ કરેલ હતું.
આ દિવસની ઉજવણીનો હેતુ દર્દીની સુરક્ષાની સમજને વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવી તેમાં સાર્વજનિક સહભાગીદારી વધારવી અને દર્દીના દર્દને ઓછુ કરવું. ચિકિત્સાના મૂળ સિધ્ધાંતોને મજબૂતી આપરી અને એ પરત્વે શ્રેષ્ઠ સવલતો મળે તેવા પ્રયાસ કરવા. કોવિડ-૧૯ મહામારી આજના યુગની માનવતાનો સામનો કરવા વાળી સૌથી મોટુ ચુનૌતી છે, પડકાર છે. આ મહામારીએ દુનિયાભરની સ્વાસ્થ્ય પ્રણાલીઓ ઉપર અભૂતપૂર્વ દબાણ લાદયો છે. આ પ્રણાલી મેડિકલ સ્ટાફ સાથે કાર્ય કરી રહી છે, જેમાં જાણકારી-કુશળતા અને પ્રેરિત આરોગ્ય કાર્યશક્તિનું મહત્વ છે.
કોરોના મહામારીમાં પડકારરૂપ સ્વાસ્થ્ય સેવા વિશ્ર્વ સ્તરે સામનો કરી રહી છે. તણાવપૂર્ણ વાતાવરણમાં કામ કરવું સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે સુરક્ષા-જોખમ વધારે છે. આવા મેડિકલ સ્ટાફને સુરક્ષા ઉપકરણ અને અન્ય સંક્રમણથી બચવા સેવાપુરી પાડવા જ પડશે. કેટલાય દેશોના મેડિકલ સ્ટાફ સંક્રમણ, હિંસા, દૂર્ઘટના,કલંક, બીમારી અને મૃત્યુ જેવા જોખમનો સામનો કરી રહ્યાં છે.વિશ્વ રોગી સુરક્ષા દિવસ બધા હિતધારકો માટેનું અભિયાન છે. દર્દીની સુરક્ષામાં સુધારો લાવવા બધા એક સાથે કાર્ય કરે તે ખૂબ જ જરૂરી છે. દર વર્ષે એક ચોક્કસ ધ્યેય સાથે દિવસ ઉજવાય છે. ત્યારે આ વર્ષે પણ “સ્વાસ્થ્ય કાર્યકર્તા સુરક્ષા: દર્દીની સુરક્ષાની એક પ્રાથમિકતા આ થીમ મુજબ સ્વાસ્થ્ય કાર્યકર્તા સુરક્ષા માટે અવાજ ઉઠાવે.
ખુબજ ગંભીર રોગોની સારવાર ભુલવાની નથી. બધા દર્દીઓને તેની જરૂરિયાત મુજબ દેખભાળ થવી જ જોઈએ. ઉપચાર માટે જરૂરી તમામ જાણકારી હોવી જરૂરી છે. કોરોના વાયરસથી થતાં મૃત્યુને રોકવા બધુ જ કરી છુટવું જરૂરી છે. આ દિવસે હેલ્થકેર સંગઠનો, સંસ્થા, શૈક્ષણિક સંગઠનો, કંપનીઓ, દર્દીના સંગઠનો બધા જ ચિંતા અને ચિંતન કરે ને એકબીજા સાથે આદાન પ્રદાન કરીને દર્દીની શ્રેષ્ઠ ટ્રીટમેન્ટ થાય તે જ આજના દિનનો સંકલ્પ હોય શકે છે.
સ્વાસ્થ્ય દેખભાળમાં ગુણવત્તા અને સુરક્ષાના સુધાર, રોગી સુરક્ષાના પ્રમુખ મુદ્દા ઉપર જનતા અને મીડિયા વચ્ચે જાગૃતિ વધારવી, હોસ્પિટલો, સાર-સંભાળ કેન્દ્રો અને સામાન્ય અભ્યાસમાં ગતિવિધિની જાગૃતિ જરૂરી છે. દર્દીઓ માટે પણ જાણકારી આપો કે તે પોતાની સુરક્ષા માટે યોગદાન આપી શકે છે. ૨૦૧૫થી જર્મન સંગઠન રોગી સુરક્ષા માટે શ્રેષ્ઠ કાર્ય કરી રહી છે. જેમાં ૨૦૧૫માં હોસ્પિટલોમાં મલ્ટી ડ્રગ-પ્રતિરોધી સંક્રમણ અટકાવ ૨૦૧૬માં દવા સુરક્ષાને ૨૦૧૭માં દર્દીનું મૌન ખતરનાક સાથે ૨૦૧૮માં ડિજિટલીકરણ અને રોગી સુરક્ષા, ૨૦૧૯માં બધાજ સ્તર પર સુરક્ષા સંસ્કૃતિ જેવા ઉપર કાર્ય કરેલ હતું. આજે વિશ્ર્વના ૧૯૪ થી વધુ દેશોમાં આ દિવસ ઉજવાય રહયો છે.
સ્વાસ્થ્ય સેવા દરરોજ દર્દીઓ માટે સુરક્ષિત સારવાર સહાય ઉપલબ્ધ કરે અને વિશ્વભરની આ સેવા સાર્વજનિક માન્યતાનું પ્રતિનિધિત્વ કરે તે જરૂરી છે. ‘સલામત-સુરક્ષિત સ્વાસ્થ્ય કાર્યકતા, સુરક્ષિત રોગી’ આ વર્ષનો નારો છે. દર ૧૦ માંથી ૪ દર્દીઓને પ્રાથમિક સુવિધા મેળવવામાં મુશ્કેલી પડે છે.
દર વર્ષે ૧૩૪ મિલિયન પ્રતિકુળ ઘટનાઓ બને છે. જેમાં ૨.૬ મિલિયન લોકો મૃત્યુ પામે છે. દવાની આડઅસરોની જાણકારી પણ દર્દીઓને આપવી જરૂરી છે, જેથી તેને નુકશાન ઓછુ થાય. દર્દીને ઉદ્ભવતા તમામ પ્રશ્નો જવાબો મળે તે જરૂરી છે. ડોકટરની ભૂમિકા કાઉન્સીલરની છે તે દર્દીને રોગ પ્રત્યે સભાન કરે છે, આવનારી મુશ્કેલી અંગે પણ સમજાવે છે.
એઈડ્સ-કેન્સર-ટીબી જેવા રોગોમાં દર્દીને ઘણા બધા માર્ગદર્શનની જરૂર પડતી હોય છે. આવા સમયે તેને સાચી અને વૈજ્ઞાનિક આધારવાળી માહિતી મળતા તે માનસિક રીતે સજ્જ થઈને રોગ સામે લડી શકે છે.
આરોગ્ય સેવાનો લાભ નાની મોટી શારીરિક મુશ્કેલીમાં દર્દી લેતો હોય છે ત્યારે આ સેવા તેને ગુણવત્તાવાળી અને વિનામુલ્યે મળે તેવી સુવિધાઓ હોવી જોઈએ. તમામ પ્રકારના રોગો-ચેપી રોગોની જનજાગૃતિના કાર્યક્રમો વધારીને છેવાડાના માનવીને જોડવાથી લોકોમાં જાગૃતા વધશે.