અર્થતંત્રને જેની જરૂર છે તેની પાછળ હવે લોકો પણ મોહિત છે.વાત થઇ રહી છે ઉત્તેજનાની. માંદા અર્થતંત્રની પરિસ્થિતિમાં ભારતીયો જાતીય ઇચ્છા વધારતા ઉત્પાદનોની અભૂતપૂર્વ ખરીદી કરી રહ્યા છે જેના કારણે ડાબર, ઇમામી અને મેન કાઇન્ડ ફાર્મા નાવીન્યતાસભર ઉત્પાદનો લોંચ કરે છે અને સારું એવું વેચાણ નોંધાવે છે. જાતીય આવેગ વધારતા ઉત્પાદનો હવે દેશના ફાર્માસ્યુટિકલ બજારમાં સૌથી ઝડપથી વિકસતી કેટેગરી છે. દેશભરના 18,000 ફાર્માસ્ટોકિસ્ટનો ટ્રેક રાખતા ઓનલાઇન ડેટાબેઝ, ફાર્માટ્રેક અનુસાર ફેબ્રુઆરીમાં સમાપ્ત થતાં વર્ષમાં આ બજાર 19.1 ટકા વૃદ્ધિ સાથે રૂ.400 કરોડનું થયું હતું. નબળા અને ધીમા અર્થતંત્રમાં આજાતીય ક્રાંતિ માત્ર કામેચ્છા વધારતી ગોળીઓના કારણે નથી આવી. તેમાં યોનિ ચુસ્ત બનાવતી ક્રીમ અને જાતીય અંગને કડક બનાવતી જેલથી લઈને ડાયાબિટિક તથા અસ્થમાના દર્દીઓ માટેના ખાસ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. રોજબરોજના જીવનમાં વધતા તાણની નકારાત્મક અસર થવાથી લોકો જાતિય આવેગ ગુમાવી રહ્યા છે. પરિણામે બજારમાં નાવિન્યપૂર્ણ ઉત્પાદનો પ્રવેશી રહ્યા છે. 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.