શહેરમાં આવેલ શિહાર સ્કુલમાં ૯૯% જેટલુ પરિણામ આવ્યું છે. તેમાં સ્કુલનાં ૫ વિદ્યાર્થી બોર્ડ ટોપટેનમાં આવ્યા હતા. શિહાર સ્કુલ ૯૭ની સાલથી કાર્યરત છે. અને ૨૦૦૦ની સાલમા પ્રથમ ધો.૧૦ની બેંચ શરૂ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી શિહાર સ્કુલના વિદ્યાર્થીઓ ટોપટેનમાં આવેલા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંહા સ્કુલે સારા પરિણામની પરંપરા જાળવી: સંચાલક દિલીપભાઈ
શિહાર સ્કુલના સંચાલક દિલીપભાઈ એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે રાજકોટની અંદર શિહાર સ્કુલ ૯૭ની સાલથી કાર્યરત છે. ૨૦૦૦ની સાલથી ધો.૧૦ની પ્રથમ બેંચ શરૂ કરવામાં આવી હતી સ્કુલનું ૯૯% જેટલુ પરિણામ આવેલ છે. ત્યારથી લઈને અત્યાર સુધી બોર્ડમાં શિહાર સ્કુલનો ઈતિહાસ રહેલો છે. આ વર્ષે એ પણ શિહાર સ્કુલના પાંચ વિદ્યાર્થીઓ ટોપટેનમાં આવેલ છે. અને તેઓ સાયલન્ટલી વર્ક કરવામાં માને છે. અને દર વર્ષે વિદ્યાર્થીનું ભણતર લેવલ વધે તેવા પ્રયાસો કરતા રહે છે.
સારા પરિણામ પાછળ શિક્ષકો અને વાલીનો બહોળો સહયોગ: વિદ્યાર્થી
શિહાર સ્કુલનાં વિદ્યાર્થીઓએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ હતુ કે તેઓ આ સારા પરિણામ પાછળ તેમના સ્કુલના શિક્ષકો તથા તેમના વાલીઓનો ખૂબજ સપોટ હતો. અને સ્કુલ અભ્યાસ બાદ ઘરે પણ તેઓ ૩ થી ૪ કલાક અભ્યાસ કરતા તેમને અભ્યાસ દરમિયાન તેઓ રમત ગમત પણ કરતા હતા.