અબતક, પોરબંદર
રાષ્ટ્રની દરિયાઈ સલામતી અને સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવા માટે, ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિદેશક કે નટરાજન દ્વારા 28 ઓક્ટોબર, 2021ના રોજ સ્વદેશી રીતે નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ ’સાર્થક’ રાષ્ટ્રને કાર્યરત અને સમર્પિત કરવામાં આવ્યું હતું.
ICGS સાર્થક ગુજરાતમાં પોરબંદર ખાતે સ્થિત હશે અને કમાન્ડર, કોસ્ટ ગાર્ડ પ્રદેશ (ઉત્તરપશ્ચિમ) ના ઓપરેશનલ અને વહીવટી નિયંત્રણ હેઠળ ભારતના પશ્ચિમી સમુદ્રતટ પર કાર્ય કરશે. ICGS સાર્થકની કમાન ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ એમએમ સૈયદ દ્વારા કરવામાં આવે છે અને તેમાં 11 અધિકારીઓ અને 110 માણસો છે.
ICGS માટે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહેલી પાંચ ઘઙટની શ્રેણીમાં ICGS સાર્થક ચોથા ક્રમે છે. આ ઘઙટ એ મલ્ટિ-મિશન પ્લેટફોર્મ છે જે સહવર્તી કામગીરી હાથ ધરવા સક્ષમ છે. 2,450 ટનનું વિસ્થાપન કરતું 105-મીટર-લાંબુ જહાજ 26 નોટની મહત્તમ ઝડપ મેળવવા માટે રચાયેલ બે 9,100 કિલોવોટ ડીઝલ એન્જિન દ્વારા ચલાવવામાં આવે છે.
આ જહાજ અત્યાધુનિક સાધનો, મશીનરી, સેન્સર અને શસ્ત્રોથી સજ્જ છે જે તેને કમાન્ડ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરવા અને શોધ અને બચાવ, દરિયાઈ ગુનાઓ સામે લડવા અને દરિયાઈ પર્યાવરણનું સંરક્ષણ અને સુરક્ષા સહિત ફરજોના ફરજિયાત કોસ્ટ ગાર્ડ ચાર્ટરને હાથ ધરવા સક્ષમ બનાવે છે. ભારતીય કોસ્ટ ગાર્ડ સ્વદેશી પ્લેટફોર્મને સામેલ કરવામાં અગ્રેસર છે અનેICGS સાર્થક એ ’આત્મનિર્ભર ભારત’નું ઝળહળતું ઉદાહરણ છે.