ફાયબરનું પ્રમાણ યોગ્ય માત્રામાં હોવાથી શકરીયા બ્લડ સુગર લેવલને નિયંત્રીત રાખવામાં મદદરુપ થાય છે
ઘણાં લોકોનું એવું માનવું હોય છે કે જે લોકોને ડાયાબીટીશ હોય, તેઓએ વધુ મીઠાશ વાળી ચીજ વસ્તુઓથી દુર જ રહેવું જોઇએ પરંતુ આ લોકવાયકાઓનો છેદ અમેરિકન ડાયાબીટીશ એસોસીએશનને ઉડાડયો છે. અને કહ્યું છે કે, એસોસીએશને ઉડાડયો છે અને કહ્યું કે ડાયાબીટીશગ્રસ્ત દર્દીઓએ અમુક સ્તરે મીઠી વસ્તુઓ આરોગવી જ જોઇએ કે જેથી કરીને તેમનું સુગર લેવલ સંતુલીત રહે નિષ્ણાંતોના મતાનુસાર આ માટે શ્રેષ્ઠત્તમ ઉપચાર શકરીયા છે અને ડાયાબીટીશને નિયંત્રિત કરવા શકરિયાનો વપરાશ વધારવો જોઇએ.
ડાયાબીટીશ ધરાવતા દર્દીઓએ ક્રાઇબર યુકત ચીજવસ્તુઓ વધુ આવી જોઇએ કારણે કે ફાઇબરથી ડાયાબીટીશ નિયંત્રીત થઇ શકે છે. અને શકરીયામાં ફાઇબર ખુબ જ પ્રમાણમાં હોય છે. આથી શકરીયાને ખાવાનું જોર વધારે રાખવું જોઇએ.ડો. ડી.કે. દ્વારા પ્રકાશિત કરાયેલી હીલીંગ ફુડસ નામની એક બુકમાં ઉલ્લેખ કરાયો છે કે શકરીયા માનવશરીરના બ્લડ સુગર લેવલને નિયંત્રીત સ્તરે રાખે છે. ડાયાબીટીશના ઉપચારબ માટે શકરીયાએ જુની અને પરંપરાગત સારવાર છે.
ડો. પાલી દત્તાએ આ વિશે માહીતી આપતા જણાવ્યું છે કે ડાયાબીટીશ વાળા દર્દીઓએ મીઠાયુકત ચીજવસ્તુઓ ખાવી ન જોઇએ તે એક ખોટી માન્યતા છે. ફાયબરનું યોગ્ય પ્રમાણ શકરીયામાં હોવાથી તે આરોગવા ખુબ જ લાભદાયી છે.આ સાથે તેમાં ન્યુટીશન પણ ભરપુર માત્રામાં છે.