૧૦ લાખ કરોડના દેવા માફીથી આર્થિક વિકાસને પણ ફટકો પહોંચવાની ભીતિ
દેશભરમાં ખેડૂતો દ્વારા દેવા માફીનું આંદોલન શ‚ કરવામાં આવ્યું છે. જેમાં મધ્યપ્રદેશ બાદ મહારાષ્ટ્ર અને અન્ય રાજયોમાં પણ ખેડૂતો દેવા માફીની માંગને લઈને ઉગ્ર બને તેવી સંભાવના છે. ખેડૂતોના દેવા માફીના આંદોલનના પગલે બેંકોની ચિંતામાં વધારો યો છે. કારણ કે, મોટાભાગની બેંકો ડિફોલ્ટરોના કારણે પહેલેી જ ભિંસમાં છે તેવામાં જો ખેડૂતોના દેવા માફ કરવા પડે તો બેંકો ઉપરનું ભારણ વધશે. ખેડૂતો ઉપર અંદાજે ૧૦ લાખ કરોડનું દેવું છે. જો આ દેવાને માફ કરવામાં આવે તો બેંકો ઉપર ર્આકિ ભિંસ વધશે.
આ અગાઉ આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે પણ ખેડૂતોના દેવા માફ કરવાનો નિર્ણય દેશના ર્આકિ વિકાસ માટે અયોગ્ય હોવાનો મત આપ્યો હતો અને અંતે સરકાર પણ આ બાબતે વધુ ગંભીરતાી વિચારી રહી છે. હાલમાં જ કેન્દ્ર એ ખેડૂતોના દેવા માફ કરવાની બાબતે પીછેહટ કરી હતી. પરંતુ જો આંદોલન ઉગ્ર બને તો ફરજીયાતપણે સરકારે ખેડૂતોના દેવા બાબતે નિર્ણય કરવો પડશે. અને તેની સીધી અસર બેંકો ઉપર પડશે.
મુંબઈમાં હેડકવાર્ટર ધરાવતી એક બેંકના સીઈઓએ કહ્યું હતું કે, ખેડૂતોના દેવા બાબતે એવી પરિસ્િિત છે કે જો કોઈ એક વ્યક્તિ બીજાનું દેવું ચૂકવવા માટે તૈયાર ઈ જતો હોય તો તેઓ લોન પરત કરવાનું બંધ કરી દેશે. આવી જ પરિસ્િિત દરેક રાજયોમાં ઉઠી રહી છે. વધુમાં જો દેવા માફીનો નિર્ણય કરવામાં આવે તો દેશના ર્આકિ વિકાસને પણ તેની માઠી અસર પડશે. આ જ બાબતે બેંકોની ચિંતામાં વધારો ઈ રહ્યો છે.