કાચો બરફ, ફાસ્ટફૂડ, ભારે ભોજન અને ચા-કોફી ઉનાળામાં ટાળવા હિતાવહ
ગરમીની શ‚આતથી જ શરીરમાં પાણીની કમી મહેસુસ થવા લાગતી હોય છે ત્યારે વોકહાર્ટના ડો.ચિરાગ માત્રાવાડીયાએ સન સ્ટ્રોક વિશે જણાવ્યું હતું કે, જયારે શરીર ગરમીથી છુટકારો મેળવવામાં અસમર્થ બને ત્યારે તેને સન સ્ટ્રોક કહ્યો કહેવાય જેનો શિકાર બાળકો, ડાયાબીટીસના દર્દીઓ વધુ થતા હોય છે. જેમાં ધબકારા વધી જવા, લોહીનું દબાણ ઓછુ થવું, ચકકર આવવા, ઉબકા અને ઉલ્ટી સાથે પેટમાં દુ:ખાવાની તકલીફ રહેતી હોય છે.
આપણું શરીર મહત્તમ અંશે પાણીથી બન્યું છે. ઉનાળાના કારણે શરીરમાં પ્રવાહી ઘટતા બોડી રીએડજેસ્ટમેન્ટ માટે પ્રવાહીની શોધમાં હોય છે. માટે બને ત્યાં સુધી તડકામાં બહાર નીકળવાનું ટાળવું અને જો જવું પડે તો સન સ્ક્રીન, લોસન, ગ્રીન વેજીટેબલ્સ અને શરીરને ઠંડુ રાખતા પદાર્થનું સેવન કરવું જોઈએ. આપણા વાતાવરણ મુજબ આપણે ૩૬.૪ ડિગ્રી સેલ્સીયસ જેટલું તાપમાન શહન કરી શકીએ છીએ. જો તેનાથી વધે તો કેટલીક બીમારીઓ થવા લાગે છે. શરીરમાં ડિહાઈડ્રેસન ન થાય તે માટે લીકવીડ ઉપર વધારે જોર રાખવું જોઈએ.
ફાસ્ટફૂડ તેમજ બહારના ખોરાકને બદલે ફળોનું સેવન કરવું, બને ત્યાં સુધી કોટન અને ખાદીના કપડા પહેરવા. બજારમાં મળતા ઠંડા-પીણાને બદલે ઘરમાં બનાવેલ લીંબુ સરબત વધુ હિતાવહ છે અને બને તો માટલાનું પાણી વધુમાં વધુ પીવું. જો વ્યવસ્થીત રીતે તકેદારી લેવામાં આવે તો સન સ્ટ્રોકથી બચી શકાય છે.
કયાં પીણા પીવા જોઈએ
લીંબુ સરબત, ઈલેકટ્રોલાઈટસ પાવડર, ઓઆરએસ ટેટ્રા પેકેટ, વરીયાળી, સાકર, તકમરીયા, તાજા ફળોના જયુસ અને કાઠીયાવાડી છાંસ.