શિવભાણ સિંહ, સેલવાસ
આપણે સૌ જાણીએ છીએ એમ્બ્યુલન્સ કેટલી ઉપયોગી છે. કોઈ પણ ઇમરજન્સીમાં અથવા તો વ્યક્તિનો જીવ બચાવવામાં એમ્બ્યુલન્સ મહત્વનો ભાગ ભજવે છે. એક રીતે તો આપણે એમ્બ્યુલન્સ ચાલકને આપણે ભગવાનનો બીજો અવતાર કહી શકીએ. સરકાર દ્વારા લોકોની સેવા માટે 108 એમ્બ્યુલન્સ નંબર બહાર પાડવામાં આવ્યો છે. ત્યારે સેલવાસની આરોગ્ય સેવામાં વધારો કરતાં આજ રોજ શ્રી વિનોબાભાવે સિવિલ હોસ્પિટલ, ટ્રાંસરેલ લાઇટિંગ લિમિટેડ દ્વારા 2 એમ્બ્યુલન્સ આપવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ જનતાને સમર્પિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ખાનવેલના RSD ખેરડી સરપંચ યશવંતભાઈ, આંબોલી ડેપ્યુટી સરપંચ જાનીયાભાઈ ગોરાટ, Pt સભ્યો – કક્કડભાઈ, મનોજભાઈ, યોગેશભાઈ અને ટ્રાંસરેલ લાઈટીંગ લિ.ના જનરલ મેનેજર રામકૃષ્ણ માને, શીતલ મામ, ભાવેશભાઈ, પીસી પાત્રા, વિજયધર ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી, SVBCH, સિલ્વાસાને એક એમ્બ્યુલન્સ અને ખાનવેલ CHCને એક એમ્બ્યુલન્સ આપવામાં આવી.
ટ્રાંસરેલ લાઇટિંગ લિમિટેડએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ આ બંને એમ્બ્યુલન્સનું દાન કર્યું છે. એમ્બ્યુલન્સનો ખર્ચ આશરે 40 લાખ રૂપિયા છે. ટ્રાંસરેલ લાઈટિંગ લિમિટેડ CSR હેઠળ સ્વૈચ્છિક રક્તદાન શિબિર અને જાહેર હિતની પ્રવૃત્તિઓ કરી રહી છે.એમ્બ્યુલન્સ લોકોને સમર્પિત કરતા પહેલા, ટ્રાન્સરેલ લિમિટેડના અધિકારીઓ આરોગ્ય નિયામક ડો.વી.કે.દાસને મળ્યા અને જાહેર આરોગ્ય સેવાઓની જરૂરિયાતો વિશે પૂછપરછ કરી.