કરણી સેના દ્વારા જિલ્લા પંચાયત ચોકમાં ફટાકડા ફોડીને તેમજ મારૂતિ કુરિયર દ્વારા લોકોના મોં મીઠા કરાવી ઉજવણી કરાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયી જમ્મુ-કાશ્મીર ખરા ર્અથ માં સ્વર્ગ બનવાનું છે. ત્યારે આ નિર્ણયી દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. ઠેર-ઠેર આતશબાજી અને મો-મીઠા કરાવવામાં આવી રહ્યાં છે ત્યારે રાજપૂત કરણી સેના દ્વારા પણ જિલ્લા પંચાયત ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી સાથે મારૂતિ કુરીયાર દ્વારા પણ આ નિર્ણયને વધાવવા લોકોના મો મીઠા કરાવવામાં આવ્યા હતા.
ભાજપે આપેલુ વચન પાળી બતાવ્યું: હરિભાઈ ડોડીયા
વિશ્વ હિન્દુ પરિષદના હરીભાઈ ડોડીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે જેને કાશ્મીરમાં ૩૭૦ અને ૩૫ એ કલમ કાઢવા માટેના જે ભારતીય જનતા પાર્ટી મેનીફેસ્ટ માટેના જે પહેલીવાર વાત હતી કે સતામાં આવશે તો તે ૩૭૦ અને ૩૫ એ કલમને ગમેતેમ કરીને કાઢી નાખશું જે બીજેપી દ્વારા લોકોને આપેલુ વચન પૂરૂ કર્યું છે. અને જે મફતી મોહમદ અને જે અલગતા વાદીઓ અત્યાર સુધી ૩૭૦ અને ૩૫ એ મુજબ ભારતીય હિન્દુ અને પંડિતોને જે અન્યાય કર્યો હતો તેનો બદલો લીધો છે અને ૭૦ વર્ષ નું જુનુ ગુમડુભારતીય જનતાપાર્ટીએ ફોડયું છે.
ભાજપનું એક વિધાન એક સંવિધાનનું સુત્ર સાર્થક થશે: નીતિન ભારદ્વાજ
ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુંં હતુકે વર્ષોથી સમગ્ર દેશવાસીઓ જેના મનમા હતુ કે કાશ્મીરએ ભારતનું અંગ છે પરંતુ જવાહરલાલ નહેરૂએ ૩૭૦ની કલમ લગાડી હતી. તેના કારણે કાશ્મીરને દરજજો મળ્યો હતો. તે પૂર્ણ થયો છે. દેશના ગૃહમંત્રી અને વડાપ્રધાનએ જે લોકોને હિન્દુસ્તાનના લોકોને કમીટમેન્ટ આપ્યું હતુ કે ૩૭૦ અને ૩૫ એ કાશ્મીર હતુ તે રાજયસભામાં રજૂ થયું છે. સમગ્ર ભારતવાસી જે ઈચ્છતા હતા કાશ્મીર એ ભારતનો અંગ છે. ભાજપનું છે હવે એક વિધાન એક સવિધાન એક ધ્વજ એક મુખ્યમંત્રી જે વર્ષોથી જે કલ્પના કરી હતી અને સામાપ્રસાદ મુખર્જીએ જે બલીદાન આપ્યું તે સાર્થક થશે સૌથી મહત્વની વાત એ કે હિન્દુસ્તાનનું કોઈપણ વ્યકિત ત્યાં જઈ શકશે રહી શકશે જમીન ખરીદી શકશે અને ત્યાંના પણ લોકો હકક જતો રહી જતો હતો એ હક પણ પૂરેપૂરી સાર્થક થયો છે આ નિર્ણય ખરેખર ઐતિહાસીક છે.