મતદાર યાદીને લગતી માહિતી માટે ૧૯૫૦ ટોલ ફ્રી કોલ સેન્ટર શરૂ: કલેકટર નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ
તા.૦૧/૦૧/૨૦૧૯ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૦૧૯ અંતર્ગત તા.૦૧-૦૯-૨૦૧૮ ના રોજ મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ કરવામાં આવેલ જેમાં જિલ્લામાં બન્ને વિધાનસભાના મળી ૨૭૭૭૦૦ પુરૂષ, ૨૫૭૧૪૩ સ્ત્રી ૧૦-અન્ય મળી કુલ ૫૩૪૮૫૩ મતદારો નોંધાયેલ હતા. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૧૯ અન્વ યે ૦૧-૦૯-૨૦૧૮ થી ૧૫-૧૦-૨૦૧૮ દરમ્યાતન મળેલ દાવાઓના નિકાલ બાદ ૩૧-૧-૧૯ના રોજ આખરી પ્રસિધ્ધિ કરવામાં આવેલ જેમાં જિલ્લામાં ૨૮૧૨૦૧ પુરુષ ૨૬૦૫૯૪ સ્ત્રી તથા ૧૧ અન્ય- મળી કુલ ૫૪૧૮૦૬ આખરી મતદારો નોંધાયા છે.
ખાસ સંક્ષિપ્ત સુધારણાના અંતે ૩૫૦૧ પુરૂષ ૩૪૫૧ સ્ત્રી મળી કુલ ૬૯૫૨ મતદારોનો વધારો થયો છે જયારે સમગ્ર વર્ષ ૨૦૧૮ દરમ્યાન જિલ્લામાં કુલ ૮૨૭૦ મતદારોનો વધારો થયેલ છે. કલેકટર કચેરી ખાતે જિલ્લાના પ્રેસ પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ ઉકત માહિતી આપી હતી. કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે લોકસભાના મતદાન રેશીયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લોઉ પાછળ છે.
જેથી લોકોમાં મતદાન અંગેની જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવા જણાવ્યુંત હતું. તેમજ હાલ તા.૦૧-૦૧-૨૦૧૯ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાલ મતદારયાદી સતત સુધારણા કાર્યક્રમ-૨૦૧૯ ચાલુ છે. જેમાં લાયકાત ધરાવતા તમામ વ્યક્તિઓ મતદાર યાદીમાં નવા નામ દાખલ કરવા તથા સુધારો કરવા/ કમી કરવા નિયત ફોર્મ રજુ કરી શકે છે. ચાલુ વર્ષે કોઇપણ મતદાર રહી ન જાયની થીમને ધ્યાનમાં લઇ તમામ લાયક મતદારો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવે તે માટે ચુંટણીપંચ દ્વારા અપિલ કરવામાં આવેલ છે તેમ જણાવ્યું હતું.
નાયબ જિલ્લા ચુંટણી અધિકારી ઉંઘાડે મતદાર યાદીમાં મતદાર પોતાના નામની ચકાસણી કરી શકે તે માટે ચુંટણીપંચ દ્વારા ખાસ વોટર વેરીફીકેશન ઇન્ફોેર્મેશન પ્રોગ્રામ (વીવીઆઇપી) ચાલી રહયો છે. જે અન્વયે મતદાર પોતાનું નામ મતદારયાદીમાં ફરીથી ચકાસી લે તથા પોતાના મતદાન મથકની માહિતી પણ મેળવી શકે છે.
આ ઉપરાંત મોબાઇલ મારફત ગુગલ પ્લે સ્ટોરમાંથી વોટર હેલ્પલાઇન એપ. ડાઉનલોડ કરી માહિતી મેળવી શકશે. ઉંધાડે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાએ જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૦-૩૦ થી સાંજના ૬-૧૦ સુધી ૧૯૫૦ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરી મતદારયાદીને લગત વિવિધ માહિતી મેળવી શકે છે. આ બેઠકમાં ચુંટણી મામલતદાર વી.એચ. બારહટ, જિલ્લાના પ્રિન્ટ તથા ઇલેટ્રોનિકસ મિડીયાના પ્રતિનિધિઓ તથા ચુંટણી શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.