દૂષિત પાણી અને વાસી ખોરાકથી શિયાળામાં પણ ટાઇફોઇડ થઇ શકે છે
મોટા ભાગે ઉનાળા જેવી ગરમીમાં જોવા મળતો ટાઇફોઇડ તાવનો રોગ શિયાળા જેવી ઠંડી ઋતુમાં દેખાતા ડોકટરો માટે આશ્ર્ચર્ય સર્જાયું છે. હાલ શહેરમાં ચકલી ચોરા, જીરાયા પ્લોટ કચરાડીયા ચોક વિસ્તારમાં ટાઇફોઇડ તાવના દર્દીઓ દેખાઇ રહ્યા છે આ રોગ મોટે ભાગે ખરાબ પાણી અને વાસી ખોરાકને કારણે થતો હોય છે. પણ આ રોગ શહેરમાં વધુ પ્રસરે તે પહેલા આરોગ્ય વિભાગે પગલા ભરી શહેરને ટાઇફોઇડ જેવા તાવ ના રોગથી ઉગારી લેવું જોઇએ. હાલ ચુંટણી અને લગ્નગાળાની સિઝન પુરજોશમાં ચાલી રહી છે. એવા સમયે શહેરમાં ટાઇફોઇડ જેવા ગંભીર રોગે માથુ ઉચકતા શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં આ રોગના દર્દીઓ વિશેષ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ડોકટરોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ રોગમાં માથુ દુખવું, ઉલટીઓ થવી, પેટના વિવિધ ભાગોમાં દુખવું. જેવા લક્ષણો જોવા મળે છે.
ટાઇફોઇડના કેસમાં પાણીને ઉકાળીને જ પીવું જોઇએ: એમ.ડી. ડો.રૂખસાર મકડી
શહેરના જાણીતા એમ.ડી. ડો. રૂખસાર મકડીનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે છેલ્લા 10 દિવસ થયા ટાઇફોઇડના કેસ જોવા મળી રહ્યા છે. મોટે ભાગે આવા રોગના કેસો ઉનાળામાં હોય છે. પણ હાલ શિયાળાની ઋતુમાં આ કેસ જોવા મળતા ઘણું નવું કહેવાય આ રોગથી બચવા પાણીને ઉકાળીને પીવું જોઇએ. બહારના ખોરાકો ખાવા ના જોઇએ આ રોગ મોટેભાગે દુષિત પાણી અને વાસી ખોરાકથી ફેલાતો હોય છે.
ટાઇફોઇડના લક્ષણો
- સતત વધારે તાવ આવવો
- માથાનો દુખાવો
- ભુખ ના લાગવી
- એસિડિટી, પેટના
- દુખાવાની સમસ્યા