આંતરરાષ્ટ્રીય ક્રુડ બજારમાં ભાવ વધતા રાંધણગેસના ભાવમાં વધારો
કેન્દ્ર સરકારે સબસિડીવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપીયા ૨.૮૯નો વધારો ઝીંકયો છે. જયારે સબસિડી વિનાના રાંધણગેસમાં ૫૯ રૂપીયાનો વધારો કર્યો છે. ચાલુ માસથી સબસિડી પેટે ગ્રાહકના ખાતામાં થતી જમા રકમ વધારીને ૩૭૬.૬૦ રૂપીયા કરાઈ.
મહત્વનું છે કે, દિલ્હીમાં સબસિડી વિનાના સિલિન્ડરમાં રૂપીયા ૫૯નો વધારો કર્યો હતો. આ વધારો ઈન્ટરનેશનલ ક્રુડના ભાવ વધારા તેમજ ડોલર સામે રૂપીયાની કિંમત ઘટવાને કારણે કરાયો હતો. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને જણાવ્યું હતું કે, સબસિડીવાળા ગેસમાં રૂપીયા ૨.૮૯નો વધારો જીએસટીને કારણે થયો હતો. સબસિડી પેટે ગ્રાહકોના ખાતામાં જમા થતી રકમ વધારીને ૩૭૬.૬૦ કરી હતી. સપ્ટેમ્બરમાં આ રકમ રૂપીયા ૩૨૦.૪૯ હતી. આ રીતે સબસિડીવાળા રાંધણગેસને ભાવ વધારા સામે રક્ષણ મળશે.