બીડી, સીગારેટ પર નંગે રૂપિયો વધારાય તો ય ૪૯ હજાર કરોડની આવક થાય

તમાકુ ઉત્પાદનો પર કર, ઉપકર વધારાય તો  લોકોનું આરોગ્ય પણ સુધરે

રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની નાણામંત્રીને રજૂઆત

તમાકુના ઉત્પાદનો ઉપર વળતર ઉપકર વધારવામાં આવે એટલે કે બીડી, સીગારેટ પર રૂ. ૧ વધારવામાં આવે તો સરકારને રૂ. ૪૯૭૪૦ કરોડની આવક થઇ શકે છે તેમ રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અને માજી સાંસદ રમાબેન રામજીભાઇ માવાણીએ જણાવ્યું છે.

નાણામંત્રી નિર્મલા સીતારામનને કરેલી રજુઆતમાં રમાબેને જણાવ્યું છે કે જાહેર સ્વાસ્થ્ય સંસ્થાએ ડોકટરો અને અર્થશાસ્ત્રીઓ કેન્દ્રીય જીએસટી કાઉન્સીલને તમાકુના ઉત્પાદનો ઉપર વળતર ઉપકર વધારવા માટે માંગ કરી રહ્યા છે જે કરવેરાની આવકમાં રૂ. ૪૯.૭૪૦ કરોડની આવક વધારી શકે તેમ છે. આ વધારાની આવક હાલના સમયની કોરોના મહામારી સામે આવી રીતે લડવા માટે મદદરુપ થઇ શકે તેમ છે. ઉપરોકત જુથો જીએસટી કાઉન્સીલને આવનારી કાઉન્સીલની મીટીંગમાં જે તમાકુ ઉત્પાદનોમાં વળતર ઉપકર નથી તે ઉત્પાદનો ઉપર વેરો લાદવા અને જે ઉત્પાદનોમાં વળતર છે તેમાં વેરો વધારવા માટે અપીલ કરવામાં આવી છે. આ મહામારીને કારણે કેન્દ્ર સરકાર રાજય સરકારોને વિવિધ આર્થિક સહાયો ફાળવવામાં નિષ્ફળ થતી હોય છેે ભારત સરકારે અર્થતંત્રને સહાય અર્થે વિવિધ નાણાકીય યોજનાઓ બહાર પાડેલી હોય ત્યારે તમાકુના ઉત્પાદનો ઉપર આ વધારાનો કર લાદવાથી ભારતીય અર્થતંત્ર અને રાજય સરકારને કરવેરાની આવકમાં તાત્કાલીક ફાયદો થવાની શકયતા છે.

અર્થશાસ્ત્રી અને સ્વાસ્થ્ય નીતિના વિશ્ર્લેષણ ડો. રીજો જોહન ના મતે કોરોના વાયરસના કારણે જે આર્થિક મંદીનું સર્જન થયું છે તેમાંથી ઉભરવા માટે દેશને નવા આર્થીક સ્ત્રોતની જરુર પડશે વળતર ઉપકરમાં વધારો કરવાથી જાહેર જનતાને અસર થાય તેમ છે છતાં પણ ભાવ  વધારો તમાકુના વપરાશ પર અંકુશ લાવશે અને સરકારને વધારાની આવકનું સાધન પણ સાબીત થશે. બીડી તથા સિગારેટમાં પ્રતિ નંગ ૧  રૂપિયાનો વધારો પણ આશરે પ૦,૦૦૦ કરોડની આવક વધારી શકવાની ક્ષમતા ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.